________________
ભોજન ખંડમાં. પણ જ્યાં “હર હર” થાય અને જમવાનું શરૂ થાય ત્યાં અવાજ કેવો ?
એમ અનુભૂતિની ભૂમિકા પહેલાં હોય શબ્દો જ શબ્દો. પણ અનુભૂતિ થઈ. હવે શબ્દોનું ક્યાં પ્રયોજન છે ?
સાધનાનો રસ કેવા તો ભીતરી આનન્દલોકમાં સાધકને પ્રવેશ આપી શકે છે! પ્રભુ મહાવીર દેવની સાધનાનો એક પ્રસંગ ચિત્તને હલબલાવી મૂકે તેવો છે.
પ્રભુ ખંડેરમાં બિરાજમાન છે. ધ્યાન પૂર્ણ થયું છે. તે વખતે કો'કે પૂછ્યું : કોણ છે અંદર ? પ્રભુ કહે છેઃ હું ભિક્ષુ છું. તે સમયે એ પ્રશ્નકર્તાને પોતાને ત્યાં રહેવાથી અપ્રીતિ થાય એવું છે તેમ પ્રભુને લાગે છે તો પ્રભુ ત્યાંથી ચાલી નીકળે છે.
પણ એ વ્યક્તિ અકારણ ગુસ્સે થાય છે, મુંડિયાઓ ક્યાંથી નીકળી પડ્યા છે; એવું કહે તો પ્રભુ માત્ર સાંભળી લે. બહુ મઝાનું સૂત્રખંડ છે : સાપ જ્ઞા...' આવી વ્યક્તિ કષાય કરતી હોય અને પ્રભુ ધ્યાન કરે છે. પોતાનું પોતાની ભીતર સરવું. કેવો તો પ્રગાઢ આનન્દ ત્યાં છે !
આ આનન્દને આસ્વાહ્યા પછી પુદ્ગલની દુનિયામાં-પરભાવમાં જઈ શકાય ખરું ?
પુદ્ગલ ગ્રહવે રે કર્મકલંકતા, વાધે બાધક બાહ્યો છે.” જીવ સ્વરૂપને સમ્યક્ રીતે સમજ્યા પછી સંવર, નિર્જરાની ભૂમિકા પર જશે. અજ્ઞાન દશામાં આત્મા જ્યારે સ્વરૂપને ન સમજ્યો ત્યારે રાગ, દ્વેષ કરીને એણે ઘણો કર્મબન્ધ કર્યો. આ વ્યક્તિ સારી, આ વ્યક્તિ ખરાબ; આ પદાર્થ સારો, આ પદાર્થ ખરાબ; આ માન્યતા વડે કર્મબન્ધ થયા જ કર્યો.
પ્રગટ્યો પૂરન રાગ
૭૧