________________
કંઈક બોલવાનો વિચાર થયો. બોલવાના વિચારના મૂળમાં - પ્રાકૃત જન માટે - સંભવે છે આ વાત : અહમના વિસ્તારની. મને કોઈક પ્રબુદ્ધ તરીકે જાણે. સમાજની સ્વીકૃતિની – રેકગ્નાઈજેશનની – અપેક્ષા.
એક લોકકથા યાદ આવે છે. જમણવાર એક શ્રીમંતે યોજેલ. એમની ઇચ્છા કે જમતી વખતે કોઈ બોલે નહિ તો રૂપિયા “સી”નું ઈનામ આપવું. તેમણે જાહેરાત પણ કરેલી. પરંતુ લોકો તો જમતા જાય ને બોલતા જાય. લગભગ ભોજન-સમારોહ પૂરો થવા આવ્યો ત્યારે ચાર બહેનપણીઓ આવી : નક્કી કરીને કે ઈનામ લઈ જવું ચારેએ.
એમનું ભોજન શરૂ થયું. લોકો લગભગ વિદાય થયા એટલે મંડપમાં શાન્તિ છવાવા લાગી. શાન્તિ તો અનુભવવાની ચીજ છે. પણ શાન્તિ અનુભવીને પહેલી બહેનપણી બોલી : “કેવી શાન્તિ લાગે છે હવે ! કેવો અવાજ આવતો'તો .” થયું. એ તો ગઈ ઇનામમાંથી. - બીજા નંબરની બહેનપણીને પહેલી પર બહુ પ્રેમભાવ. એને આ ન ગમ્યું. એને થયું કે આ બોલી કેમ. ખરેખર તો એણે ઇશારાથી આ વાત જણાવવી જોઈએ. પછી બીજી બોલી ઊઠી : “કેમ બોલી ?” ખલાસ, બીજીનુંય ઈનામ ગયું.
ત્રીજીને થયું કે પહેલી તો બોલી તો બોલી. ભૂલથી બોલી ગઈ; પણ આને બોલવાની જરૂર ક્યાં હતી ? આટલું વિચારવા છતાં એણીએ બોલવાની ભૂલ કરી. એ બીજીને કહે : “પેલી તો બોલી તો બોલી, તું કેમ બોલી ?' થયું. આનું કામ પૂરું થયું.
ચોથીએ ટક્કર ઝીલી. એણીએ નક્કી કર્યું કે મારે તો બોલવું નથી જ. પેલા શેઠનેય થયું કે કદાચ આ એક બહેન ઈનામ લઈ જશે.
દાળ-ભાતનાં કોળિજ્યાં શરૂ થયાં. પેલા શેઠે રૂ. ‘સો'ની એક નોટ બહાર રાખી. બીજી બધી મૂકી દીધી ખિસ્સામાં. છેલ્લાં કોળિયાં બે-ચાર
પ્રગટ્યો પૂરન રાગ
૬૯