________________
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય (જીવને ગતિ, સ્થિતિ અને અવકાશ-જગ્યા આપવામાં સહાયક) ત્રણે વિજાતીય-જડ છે, એટલે ચેતન એમની સાથે કેમ સમ્બદ્ધ થાય ? વળી એ ત્રણે અપરિણામી છે. તેઓ કોઈમાં ભળતા નથી, માટે તે અગ્રાહ્ય છે.
પુદ્ગલાસ્તિકાય પણ છે તો જડ જ; પણ એની સાથે જીવને અનાદિકાલીન સંબંધ છે. શરીર મોટું પુદ્ગલ અને એ મોટા પુદ્ગલને ટકાવવા નાના પુદ્ગલો-પરમાણુ પંજો.
પણ એ પુગલોને - આહાર વગેરેની સામગ્રી રૂપ કે પહેરવાઓઢવાની સામગ્રી રૂપ પુદ્ગલોને - લેતી વખતે રાગ, દ્વેષ થઈ જાય તો? તો કર્મબન્ધ થશે.
એટલે, બે તારણ થયાં : (૧) આત્મા દેહવિમુક્ત બની સિદ્ધશિલા પર જાય ત્યારે પુદ્ગલ દ્રવ્ય જોડેનો સંબંધ કાયમ માટે ગયો. (૨) દેહ છે ત્યાં સુધી ખોરાક આદિ રૂપે પુદ્ગલ દ્રવ્યો લેવાના હોય ત્યારે અનાસક્ત ભાવે સાધક લે.
પરપ્રવૃત્તિ કરતાં રસ છલકાયો તો રાગજન્ય કર્મબન્ધ થવાનો જ. પણ અનિવાર્ય વૈભાવિક પ્રવૃત્તિ કરતી વખતે રસવૃત્તિ ન હોય તો કર્મબન્ધને રોકી શકાય. ક્રિયા પરમાં. રસ સ્વનો.
આ સન્દર્ભમાં બહુમૂલ્ય વચન પૂ. દેવચન્દ્રજી મહારાજે “અષ્ટ પ્રવચન માતાની સક્ઝાયમાં આપ્યું છે :
વચનાશ્રવ પલટાવવા, મુનિ સાધે સ્વાધ્યાય સલુણા; તેહ સર્વથા ગોપવે, પરમ મહારસ થાય...
ત્રણ ચરણો અહીં થયાં : વચનાશ્રવ (અશુભ), સ્વાધ્યાય (શુભ), વચન ગુપ્તિ (શુદ્ધ).
૬૮
પ્રગટ્યો પૂરન રાગ