________________
સ્વશક્તિ આત્મવીર્ય, જે અચલ, સહજ અને અપ્રયાસ છે તે આત્મધર્મને સહાય કરનાર છે. સાધક તે આત્મશક્તિને ૫૨ ભણી કેમ લઈ જઈ શકે ?
અપ્રયાસ શક્તિ. સ્વ તરફ શક્તિના ઝરણાને વહાવવામાં કોઈ આયાસ લાગતો નથી. શ્રમ ક્યાં પડશે ? પ૨ તરફ જવામાં. સીધી વાત છે : ક્ષમાભાવમાં તમે રહો. તમારો મનનો ઉપયોગ સ્વગુણ તરફ ગયો. થાક ક્યાંય છે અહીં ? પણ ક્રોધ કરો તો, સતત કલાક-બે કલાક. જ્ઞાનતત્તુઓ થાકી જશે. ૫૨ ત૨ફ જવાનું થયુંને !
NON
સહજ શક્તિ. આત્મશક્તિ. સ્વયંસંસ્ફૂર્ત આત્મશક્તિનું ઝરણું... મતલબ એ થયો કે તમારો રસ એક સાધક તરીકે માત્ર ને માત્ર સ્વ તરફ જવાનો હોય.
-
આ રસને જગવવાનું અને એને ચોક્કસ દિશા આપવાનું કાર્ય સદ્ગુરુ કરે છે. સાધક પોતાના હૃદયમાં રહેલ સદ્ગુરુ પ્રત્યેની ભક્તિથી સદ્ગુરુના એ પ્રસાદને ઝીલે છે.
-
તો, સહજ શક્તિ અને સદ્ગુરુ ભક્તિનો યોગ સધાયો તો સ્વમાં સ્વનો લય. ‘ગુણ પર્યાય દ્રવ્ય સું અપને, તો લય કેઈ લગાવે...’
સ્વમાં સ્વના લય માટે પરથી પોતે ભિન્ન છે, ૫૨ સાથે પોતાનો તાદાત્મ્ય સંબંધ કોઈ રીતે થઈ શકે તેમ નથી આ ચિન્તન દૃઢ થવું જોઈએ. મહાસતી રાજીમતિજીએ કરેલ આ ચિન્તનાને શબ્દદેહ આ કડી
આપે છે :
ધર્મ અધર્મ આકાશ અચેતના, તે વિજાતિ અગ્રાહ્યો જી; પુદ્ગલ ગ્રહવે રે કર્મકલંકતા, વાધે બાધક બાહ્યો જી.
પ્રગટ્યો પૂરન રાગ
65