________________
તમારી સામે રહેલ એક મિનિટને તમે ઉદાસીનભાવ વડે ભરી દો છો ત્યારે એના પછીની આવનારી મિનિટ એવી જ હશે. એના પછીની ક્ષણ પણ એની ફોટોકૉપી જેવી !
એક ક્ષણની સાધના તમારા જીવનને સાધનાના રંગે રંગી દે.
મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ સાધના દ્વારા પોતામાં ઊતરવાની એક મોહક પદ્ધતિ બતાવે છે :
સહજ શક્તિ ઓર ભક્તિ સુગુરુ કી, જો ચિત્ત જોગ જગાવે; ગુણ પર્યાય દ્રવ્ય હું અપને, તો લય કેઈ લગાવે.
સ્વદ્રવ્ય, સ્વગુણ અને સ્વપર્યાયમાં જ રહેવું છે. એકવાર સ્વનો આનન્દ અનુભવ્યા પછી પર છૂટી જાય છે.
પણ સ્વાનુભૂતિ મેળવવી શી રીતે ? મઝાનો માર્ગ બતાવ્યો : ‘સહજ શક્તિ ઓર ભક્તિ સુગુરુ કી, જો ચિત્ત જોગ જગાવે..” એ માટે જરૂરી છે એક યોગ. એક સંબંધ. સહજ શક્તિ + સદ્ગુરુ ભક્તિ = સ્વમાં લય.
સહજ શક્તિ.
આપણી આત્મશક્તિ સ્વ તરફ જ ક્રિયાશીલ બને તેમ છે. પર તરફ તો વ્યક્તિ પોતાના વૈભાવિક રસને કારણે લઈ જાય છે.
પૂ. દેવચન્દ્રજી મહારાજ “અષ્ટપ્રવચન માતાની સક્ઝાયમાં કહે છે : વીર્ય સહાયી રે આતમ ધર્મનો, અચલ સહજ અપ્રયાસોજી; તે પરભાવે સહાયી કેમ કરે, મુનિવર ગુણ આવાસોજી.
પ્રગટ્યો પૂરન રાગ
૬૬