________________
મૌનની મહેફિલ અનેરી હોય છે, હું જ શાયર, હું જ શ્રોતા હોઉં છું. ...નાદરૂપે હું પ્રગટતો હોઉં છું, હું જ વીણા, તાર પણ હું હોઉં છું. ડૂબવા-તરવા વિશે ક્યાં ભેદ છે ? હું જ હોડી, હું સમંદર હોઉં છું..
સત્સંગથી અસંગ દશા.
સજ્જનોનો સંગ એટલે ગુણોનો સંગ. એથી પોતાની ભીતર રહેલ . ગુણોનો ખ્યાલ આવે. અને સંગ થાય. બીજાની સાથે રહેવું તે સંગદશા. પોતાના ગુણોના સંગમાં રહેવું તે અસંગ દશા.
બીજું ચરણ : “નિ:સત્વે નિત્વમ્'. સંગ નથી, તો મોહ ક્યાંથી થશે ? શેનો થશે ? તમે છો તમારા ગુણોના આસ્વાદમાં. અહીં છે આનન્દ જ આનન્દ.
મોહ એટલે શું ? પદાર્થો કે વ્યક્તિઓ આદિના સંગ વડે ઊપજેલી સુખ-દુઃખની કલ્પનાઓ, વિકલ્પો.
નિર્મોહ દશામાં નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂ પર તમે તમારા આનન્દને હાથવગો કરવાની યાત્રા પ્રારંભો છો.
કમ સે કમ, વિકલ્પો સાવ નકામા છે, આવો સ્વીકાર ભીતર થાય તો એ યાત્રાનું પ્રારંભબિન્દુ બની શકે.
કાંટાથી કાંટો નીકળે એ રીતે વિકલ્પોથી વિકલ્પો નીકળી શકે. વિકલ્પો નકામા છે' આ પણ એક વિકલ્પ જ છે, પણ એ વિકલ્પ જો સુદઢ હશે તો એ બીજા વિકલ્પોને કાઢી શકશે અને પછી એ પોતેય જતો રહેશે. કાંટાને કાઢ્યા પછી પોતાના હાથમાં કાંટો રાખીને કોઈ ફરતું નથી. આ કાંટો સાધન હતું, પેલા કાંટાને કાઢવા માટે. સાધ્ય મળી ગયું. હવે સાધન જતું રહેશે.
૬૦
પ્રગટ્યો પૂરન રાગ