________________
ખરેખર તો, સ્નેહકર પદાર્થ કે વ્યક્તિ કે શરીર નથી; સ્નેહને કરનાર છે વ્યક્તિની પોતાની ગલત માન્યતા.
થોડુંક વિચારીએ. વ્યક્તિ સ્નેહ શા માટે કરે છે ? એટલા માટે કે એનાથી પોતાને સુખ મળશે તેમ એ માને છે. હકીકતમાં સુખ પદાર્થોમાં કે કોઈ વ્યક્તિઓમાં છે કે તમારી પોતાની ભીતર છે ?
અત્યારે તો, તમને તમારી અંદર રહેલ આનન્દનો પણ અનુભવ નથી. સુખ નામની સંઘટનાને તમે સંયોગજન્ય તરીકે માનો છો અને એથી પ્રયાસ કર્યા કરો છો કે આનાથી સુખ મળશે કે પેલાથી.
તો, પદાર્થ કે વ્યક્તિઓ સ્નેહકર નથી, તમારી માન્યતામાં સુખ આપનાર પદાર્થ તરીકે અમુક પદાર્થ સ્નેહકર તરીકે સ્વીકૃત થયેલ છે.
આ માન્યતાને નિરાધાર કરવા માટે સૂત્ર આવ્યું : “સિહ સિદહિં.' સ્નેહકર તત્ત્વો સાથે અસ્નેહ.
અસંગ એટલે બીજાનો સંગ છૂટ્યો. સ્વના સંગમાં ચાલવાનું. કવિ હર્ષ બ્રહ્મભટ્ટ યાદ આવે : અહમના આ ફુગ્ગાને ફોડી તો જો, પછી તાર સઘળાં તું જોડી તો જો ! ...રઝળપાટ છોડી, પલાંઠી લગાવી, ખીલો ક્યાંક ભીતર તું ખોડી તો જો !
પહેલાં પરમ મૌન તું સાધજે મન, પછી આ બધા શબ્દ છોડી તો જો !
બીજા એક કાવ્યમાં આ જ કવિએ પોતાની સાથેની પોતાની મુલાકાતને આ રીતે વર્ણવી છે :
એકલો હું ક્યાં કદીયે હોઉં છું ? હું હંમેશાં મારી સાથે હોઉં છું.
પ્રગટયો પૂરવ રાગ
૫૯