________________
આશય સાથે ચાલીએ રે, એહિ જ રૂડું કામ...૧૫.
સ્વામી જો વીતરાગ દશાને પામી ચૂક્યા છે, તો મારે પણ એ પથ પર જવું જોઈએ. સ્વામીના આશય, ભાવ સાથે કદમ કદમ મિલાવીને ચાલવું એ જ તો સેવકનું કાર્ય છે. આ વિચાર મહાસતીજીને વિરાગની દીક્ષા આપે છે. “પોષણ.'
આ તત્ત્વચિન્તન સમર્પણની ભૂમિકા પર જાય છે અને ત્યારે મહાસતીજીના હૃદયમાં જે ભાવો ઊછળ્યા તેને મહાકવિએ શબ્દબદ્ધ કર્યા :
ત્રિવિધ યોગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરતાર; ધારણ પોષણ તારણો રે, નવસર મુગતાહાર...૧૬.
પ્રભુને મુક્તાહારની જેમ હૃદયમાં ધારવાનું, પધરાવવાનું કાર્ય મહાસતીજીએ કર્યું અને મન-વચન-કાયાના એ સમર્પણ દ્વારા પ્રભુ તરફથી ધારણ, પોષણ, તારણ મળ્યાં.
રાગદશામાંથી શુભમાં જવાનું, શુભમાં વેગ લાવવાનું અને શુભને શુદ્ધમાં પલટાવવાનું કાર્ય પ્રભુપ્રસાદ રૂપે મળ્યું મહાસતીજીને.
રાજુલનારી રે તારી મતિ ધરી, અવલંખ્યા અરિહન્તો છે.' સારી મતિ એટલે મેધા, પ્રજ્ઞા.
અહંકાર સાથે જોડાયેલી વિચારસરણી તે બુદ્ધિ. શ્રદ્ધા સાથે જોડાયેલું ચિન્તન તે મેધા.
રાજીમતિજીની મેધાએ પ્રભુનાં ચરણે એમને સમર્પિત કર્યા.
અને એ સમર્પણ થયું. હવે બાકી શું રહ્યું ? “ઉત્તમસંગે રે ઉત્તમતા વધે, સધે આનન્દ અનન્તો છે.” પ્રગટ્યો પૂરન રાગ
પ૦