________________
શુદ્ધ એટલે સ્વગુણાનુભૂતિ અને શુભ એટલે સ્વગુણાનુભૂતિનાં સાધનો. સ્વાધ્યાય આદિ જે પણ અવલંબનો વડે નિજ ગુણ ભણી જઈ શકાય તે શુભની કોટિમાં આવશે. સ્વાધ્યાય દ્વારા આવતું ધ્યાન શુદ્ધની કોટિમાં છે.
પ્રભુએ તીર્થ સ્થાપ્યું. આખી વ્યવસ્થા આપણને આપી. એ દ્વારા અશુભમાં ન જતાં શુભની ભૂમિકા પર આશ્રય મળી શક્યો (ધારણ), પ્રભુશાસનની ભિન્ન ભિન્ન સાધનાઓ કરતાં તે સાધનાના આનંદ માણ્યો અને એ દ્વારા સાધનામાં વેગ આવ્યો (પોષણ). અને એ સાધનાનો વેગ સ્વગુણાનુભૂતિમાં પરિણમ્યો (તારણો રે).
રાજીમતિજીની સાધનાયાત્રામાં રાગદશાનું શિથિલ થવું અને વૈરાગ્યની ધારા પર ચઢી વીતરાગતા ભણી જવાનું કેવી રીતે થયું એ પૂજ્યપાદ આનન્દઘનજી મહારાજે શ્રી નેમિ જિન સ્તવનાની ચૌદમી કડીથી વર્ણવ્યું છે.
મહાસતીજીની રાગદશા તત્ત્વચિન્તન દ્વારા દૂર થઈ છે. “ધારણ.' મોહદશા ધરી ભાવના રે, ચિત્ત લહે તત્ત્વવિચાર; વીતરાગતા આદરી રે, પ્રાણનાથ નિરધાર...૧૪.
અત્યાર સુધી મોહદશા ધરીને વિચારેલું. હવે ચિત્તમાં તાત્ત્વિક ખ્યાલ ઊપજે છે. અને ત્યારે ખ્યાલ આવે છે કે પ્રભુ તો વીતરાગ દશા પામી ચૂક્યા છે.
ઘમ્મરવલોણું ચાલે છે મહાસતી રાજીમતીજીના હૃદયમાં : સેવક પણ તે આદરે રે, તો રહે સેવક મામ;
૫૬
પ્રગટયો પૂરન રાગ