________________
આપણા યુગના બહુ જ મોટા ગજાના એ ભક્તિયોગાચાર્યને એ વખતે જેમણે સાંભળેલા એ ભક્ત મને કહેલું : શી તેમની વાણીમાં હતી અનુભૂતિની દિવ્યઝલક ! પ્રભુને અનુભવ્યા હોય તેવું જ વ્યક્તિત્વ આ રીતે વાત કરી શકે.
કાશ ! આપણને એ વાણી સાંભળવા મળી હોત તો...!
ધારણ પોષણ તારણો રે..” ભક્ત પ્રભુને હૃદયમાં ધારણ કરે. પ્રભુ આશ્રય આપવાનું, પોષવાનું અને તારવાનું કામ કરે.
પણ શું ખરેખર પ્રભુને હૃદયમાં ધારણ કરવાનું કાર્ય ભક્તને ફાળે જાય છે ?
મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજનો જવાબ નકારમાં છે.
પ્રભુ પર ભક્તને ભક્તિ ઊપજી (મેરે પ્રભુ સે પ્રગટ્યો પૂરન રાગ), એવું વિધાન કર્યા પછી એમણે કહેલું છે : “જિનગુણ ચન્દ્રકિરણ સું ઊમટ્યો, સહજ સમુદ્ર અતાગ.” પ્રભુના ગુણો રૂપી ચન્દ્ર-કિરણો વડે ભીતરનો - ભક્તહૃદયનો ભાવસમુદ્ર, સહજ સમુદ્ર ઊમટ્યો. એટલે કે પ્રભુ પ્રત્યેનો પ્રેમ પણ પ્રભુના ગુણોએ કરાવ્યો.
તો, આ રીતે પ્રભુને હૃદયમાં ધારણ કરવાનું કામ પણ પ્રભુના ગુણો વડે થયું. પ્રભુના ગુણો એવા ગમી ગયા કે પ્રભુ સિવાય બીજું કંઈ ગમે નહિ. માત્ર પ્રભુ જ ગમે... પ્રભુ હૃદયમાં આવી ગયા !
ધારણ”. પ્રભુ આશ્રય આપે.
અશુભમાં વિભાવોમાં સતત જઈ રહેલા મનને એવી એક આધારભૂમિ પ્રભુ આપે કે હવે અશુભમાં જવાનું બંધ થઈ જાય. રાજીમતિજીને હવે અપ્રશસ્ત રાગની ભૂમિ તરફ જવાનું અટકી ગયું.
પ્રગટ્યો પૂરન રાગ
૫૪