________________
રાજીમતીજીએ પ્રભુને કેવી રીતે અવલંબેલા ? પૂજ્ય આનન્દઘનજી મહારાજ પરમતારક શ્રી નેમિનાથ ભગવાનની સ્તવનામાં આ વાતને સમજાવે છે :
ત્રિવિધ યોગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરતાર; ધારણ પોષણ તારણો રે, નવસર મુગતાહાર..... ૧૬ રાજીમતીજી કહે છે : મન, વચન અને કાયા વડે મેં પ્રભુ નેમિનાથને સ્વામી તરીકે સ્વીકાર્યા છે.
નવસરા મોતીના હારની પેઠે મેં મારા હૃદયમાં તેમને ધારી રાખ્યા છે. તેઓ જ મારા આશ્રયદાતા, અને મારી ગુણસૃષ્ટિના પોષક છે અને તેમની કૃપાથી જ (તેમણે આપેલ જ્ઞાન, દર્શન, ક્રિયા વડે કર્મક્ષય કરીને) ભવસાગરને પેલે પાર હું પહોંચીશ.
ધારણ પોષણ તારણો રે, નવસર મુગતાહાર..” પ્રભુને મુક્તાહાર પેઠે હૃદયમાં ધારણ કરવાનું કામ ભક્તનું. ભક્તને આશ્રય આપવાનું, પોષવાનું, તારવાનું કામ પ્રભુનું.
આ વાતને ચમત્કૃતિનો પુટ આપી “કલ્યાણ મન્દિર સ્તોત્રમાં મહાન સિદ્ધસેન દિવાકરજી કહે છે :
त्वं तारको जिन! कथं भविनां त एव, त्वामुद्वहन्ति हृदयेन यदुत्तरन्तः । यद्वा दृतिस्तरति यज्जलमेषनूनमन्तर्गतस्य मरुतः स किलानुभावः ।।
આ જ વાતને પૂજ્ય પદ્મવિજય મહારાજ પરમતારક શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની સ્તવનામાં લઈને આવ્યા છે :
પ્રગટ્યો પૂરન રાગ