________________
‘રાજુલનારી રે તારી મતિ ધરી..' સારી મતિ. શ્રેષ્ઠ બદ્ધિ, બુદ્ધિ શ્રેષ્ઠ ક્યારે બને ? મેધા કે પ્રજ્ઞાની ભૂમિકાને એ ક્યારે સ્પર્શે ? જ્યારે પરમાત્માને પોતાની ભીતર ધારી રાખે.
ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે : मय्येव मन आधत्स्व, मयि बुद्धिं निवेशय । निवसिष्यसि मय्येव, अतः ऊर्ध्वं न संशयः ।।
ભક્ત પ્રભુમાં જ મન અને બુદ્ધિને રાખે તો ભક્તનો વાસ પ્રભુના હૃદયમાં જ છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુએ કહ્યું : 'सोही उज्जुअभूअस्स, धम्मो सुद्धस्स चिट्ठइ...' આ સૂત્રોના મુક્ત અનુવાદ પણ આવો જ થશે : ‘નિર્મળ હૃદયમાં મારો વાસ છે.” કેટલી મઝાની વાત !
મનને નિર્મળ બનાવવું આમ અઘરું કહેવાય. પણ મનને પ્રભુમાં જોડી દેવું અઘરું ક્યાં છે ? અને મન પ્રભુમાં લીન થયું એટલે નિર્મળ !
એટલે કે
મનને નિર્મળ પણ પ્રભુ બનાવે અને એ નિર્મળ મનમાં પ્રભુ વાસ પણ કરી દે.
મઝા જ મઝા છેને !
અર્જુનનું મુખ જોતાં શ્રીકૃષ્ણને લાગે છે કે અર્જુનની આટલી તૈયારી નથી. શિષ્યનું સમર્પણ તો અદ્ભુત રહેતું જ હોય છે. પણ ગુરુની ઉદારતા પણ કેવી !
શ્રીકૃષ્ણ એક પગથિયું નીચે ઊતરે છે : अथ चित्तं समाधातुं, न शक्नोषि मयि स्थिरम् ।
अभ्यासयोगेन ततो, मामिच्छाप्तुं धनञ्जय ।। ૫૦
પ્રગટયો પૂરન રાગ