________________
“આતમશક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદ્યો નિજ ભાવો છે.”
પોતાની શક્તિનો ખ્યાલ આવ્યો. એ પ્રગટ થવા લાગી અને એનો આસ્વાદ અનુભવાવા લાગ્યો. “આસ્વાદ્યો નિજ ભાવો જી.” હોવાપણાનો આનન્દ.
અધ્યાત્મગીતા યાદ આવે : જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ, જ્ઞાન એકત્વતા ધ્યાન ગેહ, આત્મતાદાત્મતા પૂર્ણ ભાવે, સદા નિર્મલાનન્દ સંપૂણ પાવે...
જ્ઞાનની તીક્ષ્ણતા તે ચારિત્ર. ચારિત્ર એટલે ઉદાસીન ભાવ. જ્ઞાન એટલે જ્ઞાતાભાવ, જાણપણું. જેમ જેમ જ્ઞાતાભાવમાં ઉદાસીનભાવ ભળે તેમ જ્ઞાતાભાવ તીક્ષ્ણ બને. ઉદાસીનભાવ - નિર્લેપદશા વધતી જાય તેમ જાણવાનું થયા કરે પણ જાણવાને કારણે રાગ, દ્વેષ, અહંકાર ન છલકાય.
તો, જ્ઞાતાભાવની તીક્ષ્ણતા તે ઉદાસીન ભાવ. “જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ.'
હવે બીજી મઝાની વાત : ધ્યાન દશામાં શું થાય છે? ‘જ્ઞાન એકત્તા ધ્યાન ગેહ. ધ્યાનના ઘરમાં જ્ઞાન એકાકાર દશાને પામે છે. ધારો કે આત્મના સ્વરૂપનું તમે જ્ઞાન - શબ્દોમાં – પ્રાપ્ત કર્યું. તેવા ગ્રન્થો વાંચ્યા કે ઉચ્ચ કક્ષાના જ્ઞાનીઓને તમે સાંભળ્યા. પણ જ્યાં સુધી તમને અનુભૂતિ તે સ્વરૂપની - આછીસી ઝલક રૂપે પણ - ન મળે તો શબ્દજ્ઞાન તમારાથી અળગું જ રહે છે. કારણ કે ન તો શબ્દ તમારું સ્વરૂપ છે, ન વિચારો તમારું સ્વરૂપ છે. તમે એના દ્વારા આત્માને કઈ રીતે અનુભવી શકો?
કઠોપનિષદ્ કહે છે : “નાયમાત્મા પ્રવને નમ્યો, ને મેધયા ન દુના કૃતેન.” આત્મા ન પ્રવચન વડે મળે, ન બુદ્ધિ વડે, ન ઘણા શ્રુત વડે તે મળે.
પ્રગટ્યો પૂરન રાગ