________________
આજે મને ખ્યાલ છે કે મારી ભીતર જ સંપૂર્ણ આનન્દની સ્થિતિ ભરેલી છે... હવે ક્યાંય જવાનું કામ ન રહ્યું. સમ્રાટ વન્દન કરીને પાછો ફર્યો.
પરનો અસંયોગ એટલે પરમનો સંયોગ. સ્વનો - સ્વશક્તિનો સંયોગ. “આતમશક્તિ સકલ પ્રગટ કરી..”
અધ્યાત્મ ગીતા'માં પૂજ્ય દેવચન્દ્રજી મહારાજ કહે છે કે, સ્વનો આનંદ જેણે અનુભવ્યો, તે પરમાં જઈ જ કેમ શકે ?
તોડ-જોડના રસ્તાની ચર્ચા આગળ થયેલી. અહીં જોડ-તોડની વાત છે. સ્વ સાથે જોડાઈ ગયા, પર છૂટી ગયું.
પ્યારી કરી છે “અધ્યાત્મ ગીતા'ની : ‘સ્વગુણ ચિત્તનરસે બુદ્ધિ ઘાલે, આત્મસત્તા ભણી જે નીહાલે; શુદ્ધ સ્યાદ્વાદ પદ જે સંભાલે, પરવરે તેહ મતિ કેમ વાલે ?
મન આત્મગુણોમાં ઓતપ્રોત થયું. એથી આત્મતત્ત્વને સમ્યક રીતે નીહાળવાનું થયું. સમ્યક્ રીતે એટલે સ્યાદ્વાદ શૈલી વડે. શરીર પર્યાય છે. દ્રવ્ય તો આત્મા છે. પર્યાય તો નશ્વર છે જ. પર્યાયોની નશ્વરતાની અનુભૂતિ આત્મદ્રવ્યની શાશ્વતીની અનુભૂતિ કરાવે છે. અને આવી ચેતના પોતાના ઉપયોગને પરમાં કેમ રહેવા દે ?
પર્યાયદષ્ટિ પીડાઓને પેલે પાર સાધકને મૂકી દે. શરીર માંદું પડે તોય અને એ “જવું-જવું' કરતું હોય ત્યારેય સાધક માત્ર એને જોયા કરતો હોય. પરપોટો-ફુગ્ગો ફૂટે તો તેમાં નવાઈ શી ?
માટીનો ઘડો બે-પાંચ વરસ સુધી રહે તો નવાઈને ? ફૂટે તો શી નવાઈ ? એમ આ માટીનું શરીર ખતમ થાય; નવાઈ કઈ ?
પ્રગટ્યો પૂરન રાગ
૧