________________
જરૂ૨, માર્ગ એ હશે કે અલપઝલપ પરમાત્મ-પ્રીતિનો રસ મળ્યો; પરનો રસ છૂટી ગયો અને પ૨માત્મ-પ્રીતિની પગથાર પર જ હવે ચાલવાનું રહે.
પંડિતે સમ્રાટને કહ્યું : આપ થોડો સમય મને આપો. ભાગવત-કથા હું આપને સંભળાવું. સમ્રાટે હા પાડી. પંડિતે કથાનું પારાયણ શરૂ કર્યું. પણ ઉદ્દેશ એક જ હતો. રાજાને ખુશ કરવા. આમાં કથા-૨સ ક્યાંથી આવે ? બે દિવસ કથા સાંભળી સમ્રાટે કહ્યું : આપ થોડી વધુ તૈયારી કરીને આવો.
પંડિત પોતાને ઘરે ગયો.
એકાદ વર્ષ પછી, વધુ તૈયારી કરીને તે રાજા પાસે ગયો. રાજા ખરેખર પહોંચેલો - ભીતર ઊતરેલ હતો. તેને કથા સાંભળવાની જરૂર ના પડી. પંડિતનો ચહેરો જોઈને એ સમજી ગયો કે આ માણસ પોતે જ અધૂરો છે. એ મને કયું જ્ઞાન આપશે ?
ફરી સમ્રાટે કહ્યું : આપ થોડી વધુ તૈયારી કરીને આવો.
આ વખતે પંડિત જંગલમાં આવેલ એક ઝૂંપડીમાં ગયા. એ મઝાના એકાન્તમાં તેઓ પોતાની ભીતર ઊતર્યા. અપાર શાન્તિનો અનુભવ તેમને થયો. વિચાર્યું : રાજાને ખુશ કરવાની મારે શી આવશ્યકતા છે ? એ ભીતર ને ભીતર ઊતરતા ગયા.
હવે સમ્રાટ પંડિતની શોધ ચલાવે છે. ખબર મળતાં સમ્રાટ પંડિતની ઝૂંપડીએ આવે છે. પંડિતની આંખો બંધ છે. પણ ચહેરા પર જે શાન્તિ રેલાઈ રહી છે.... રાજા પ્રભાવિત થયો. તેને આ જ જોઈતું હતું. પંડિતે આંખો ખોલી. સમ્રાટને જોયા. મનમાં કોઈ જ ભાવ નથી. સમ્રાટ કહે છે : હવે કથા સંભળાવવા ક્યારે આવશો ?
પંડિત મરક મરક હસે છે. એ સ્મિતમાં જ જવાબ સમાયેલો હતોઃ હું મારી જાતને અધૂરી સમજતો હતો, માટે પરના સંયોગની ઇચ્છા કરતો હતો.
પ્રગટ્યો પૂરન રાગ
૪૦