________________
લક્ષ્યાનુસન્માન કેવું છે ? લક્ષ્યને પામવાની ઝંખના કેવી પ્રબળ છે ? પૂજ્યપાદ ઉદયરત્નજી મહારાજની પરમાત્મદર્શનની ઝંખના કેવી તો પ્રબળ થઈ હશે કે એ ઝંખનાએ શબ્દદેહ ધારણ કર્યો ત્યારે તેમના હોઠેથી શબ્દો સરી પડ્યા : ‘આપ સ્વરૂપ દેખાડોને આછો, પડદો કરોને પ્રભુજી, પાછો !'
કયાં પડદો હતો ?
ચેતના ક્યારેક ક્યારેક પ૨માં જતી હોય તો એ પણ પડદો છે. પૂજ્યપાદ ઉદયરત્નજી મહારાજ આપણા વતી આ કેફિયત રજૂ કરી રહ્યા છે એ વાત ખ્યાલમાં રહે.
હવે ચેતના - અનાદિની સંજ્ઞાને કારણે - પરમાં ક્યારેક જતી જ રહે; રાગ, દ્વેષ, અહંકારની ધારાનું અનુસન્ધાન થઈ ઊઠે; ત્યારે ભક્ત બીજું શું કરે ?
એ રડશે પ્રભુની આગળ... ‘પડદો કરોને પ્રભુજી, પાછો !' અને રુદનને કારણે ઊચકાયેલી ભાવદશા પરમાં નહિ જઈ શકે.
■■
પૂજ્યપાદ ઉદયરત્નજી મહારાજ શંખેશ્વર તીર્થ ભણી આવી રહ્યા છે. શંખેશ્વર પ્રભુની મૂર્તિ તે વખતે એક ભાઈને ત્યાં. એમણે મંજૂષામાં - પેટીમાં પ્રભુને રાખેલ.
પૂ. ઉદયરત્નજી મહારાજ એ ભાઈને ત્યાં આવ્યા. હૃદયમાં છે તડપન : પ્રભુ ક્યારે મળે ? બીજા ભક્તો આવતા ત્યારે એ ભાઈને કહેતા : દર્શન કરાવો ! એ ભાઈ ભાવ ખાય : હમણાં નહિ. પછી આવજો. હમણાં મારે નાસ્તો કરવાનો છે...
આજે ખ્યાલ આવ્યો કે મોટા મહારાજ સાહેબ આવી રહ્યા છે. ભાઈ તો બરોબર બની-ઠનીને તૈયાર થયા. પણ ઉદયરત્નજી મહારાજ તો
પ્રગટ્યો પૂરન રાગ
૩૬