________________
પરમપવિત્ર આન્દોલનોનો આપણને સ્પર્શ નહિ થાય. અપેક્ષાનું બખ્તર પહેર્યું છેને !
એક સાધક ગુરુ પાસે ગયો. એણે ગુરુદેવને કંઈક કહેવા માટે વિનતિ કરી. ગુરુદેવે કહ્યું: મૌન.. બે અક્ષરોમાં જ કેટલું બધું કહેવાઈ ગયું ! તું મૌનની ધારામાં જા, બેટા ! અને ખરેખર જો સાધક ભીતરથી મૌનને પામી ગયો હોત તો ગુરુની ઊર્જાને તે પકડી શકત.
પણ સાધક અહીં ચૂકી જાય છે.
એને ગુરુના શબ્દોનો લોભ છે. એ કહે છે : “મૌન એટલે શું? વ્યાખ્યા કરી આપોને !' એ રીતે એ ગુરુ પાસે વધુ બોલાવવા માગે છે. •
ગુરુ કહે છે : મૌન એટલે મૌન. આખરે, મૌનને તમે શબ્દોમાં કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકો? સાધક કહે છે : હજુ થોડી વધુ વ્યાખ્યા..... ગુરુ હસ્યા. કહે : મૌન એટલે મૌન એટલે મૌન....
ગુરુ થોડું બોલે – બે-પાંચ મિનિટ એવી અપેક્ષા હતી અને સાધક એ અપેક્ષાની લ્હાયમાં સદ્ગુરુને ચૂકી ગયો.
અને અપેક્ષાની જ્વાળા વધુ સળગે ત્યારે ... ? એક સાધકને ગુરુ બે મિનિટ કંઇક સમજાવે અને બીજાને કદાચ પંદર મિનિટ સમજાવે. તો પહેલાને શું થાય ?
એની અપેક્ષા ઈષ્યમાં બદલાઈ જાય.
જરા વિચારીએ : હોસ્પિટલમાં આવું નથી થતું. મોટા ડૉક્ટર દર્દીઓને જોવા નીકળે ત્યારે સ્વસ્થ દર્દી પાસે અર્ધી મિનિટ જ ઊભા રહે. “કેમ છો, અન્કલ ?' કહીને આગળ ચાલે. અને બીજી કે ત્રીજી પથારી આગળ ગંભીર દર્દી કોઈ હોય તો એની પથારી પાસે દશ મિનિટ ઊભા રહે. સાથેના ડૉક્ટરને સૂચના આપે. જનરલ હોલમાં ૩૪
પ્રગટ્યો પૂરન રાગ