________________
શેઠાણીએ ધીરેથી શેઠને કહ્યું : “જાગો છો કે ?” શેઠ : “હા. કેમ?” શેઠાણી : “ચોરો ઘરમાં આવી રહ્યા હોય તેવું લાગે છે.' શેઠ : ‘તું ચિન્તા ન કર. આવવા દે. એમનેય ખબર પડશે.” ત્યાં તો ચાર ચોરો અંદર આવ્યા. નોટોની થપ્પીઓ અને ઘરેણાં વગેરે જ્યાં હતાં તે કબાટ સુધી ગયા. શેઠાણી : “ચોરો તો કબાટ સુધી પહોંચી ગયા.' શેઠ: ‘તું ફિકર ન કર !”
ચોરોએ કબાટ તોડ્યું. નોટો અને દાગીનાથી ઝોળી ભરી. ચાલવા લાગ્યા.
શેઠાણી : “હવે તો રાડો પાડો, જોરથી.' શેઠ : “બેટાઓને જવા તો દે. કેટલે જશે.”
ચોરી ગયા પછી શેઠે બૂમ મારી. લોકો ભેગા થયા. ચોરો તો છૂમંતર થઈ ગયા. ક્યાંથી જડે ? પણ જ્યારે લોકોને ખબર પડી કે શેઠ જાગતા'તા ને ચોરોએ ચોરી કરી તોય એમણે કોઈ પ્રતિકાર ન કર્યો કે ન મદદ માટે બૂમ મારી; ત્યારે લોકો હસ્યા કે ભાઈ, આ જાગવામાં તો ધૂળ જ પડીને ! શો અર્થ આ જાગવાનો !
સમાધિશતક આ જ વાત કહે છે : “સોવત હૈ નિજ ભાવ મેં, જાગે તે વ્યવહાર.” જે સ્વની દુનિયા પ્રતિ સૂતેલ છે, તેનું શરીર હાલતું-ચાલતું હોવાથી તેને જાગતો કહેવો એ વ્યવહાર છે... એ જાગૃતિ શા કામની કે જેમાં કર્મબન્ધ થયા જ કરે. પર પ્રતિ ધકેલાયા જ કરવાનું હોય ?
એની સામે, સ્વની દુનિયામાં જાગૃત સાધક પથારીમાં સૂતેલ હોય તોય એ જાગૃત જ છે ! એ વ્યવહારની ભાષામાં સૂતેલ કહેવાય, બાકી તે જાગતો જ છે.
આ વાત પ્રભુએ શ્રી આચારાંગ સૂત્રમાં કહી : “સુત્તા અમુળી, સયા મુળિળો નાગતિ.' સંસારી હંમેશ સૂતેલ છે, મુનિ હંમેશ માટે જાગૃત છે.
પ્રગટ્યો પૂરવ રાગ
૩૨