________________
છે : “આતમગુણને હણતો હિંસકભાવે થાય, આતમ ધર્મના રક્ષક ભાવઅહિંસક કહાય'. ઉપયોગ પરમાં ગયો એટલે હિંસા થઈ.. પરમાં, રાગદ્વષમાં ઉપયોગ ગયો એટલે કર્મબંધ. પરિણામે દુર્ગતિ. સંક્લેશોની પરંપરા.
મનને જો આ સજેશન - ધારણા પકડાવી કે મારે પરમાં નથી જવું; તો પરમાં કદાચ જતું પણ રહેવાશે, પણ તરત ખ્યાલ આવશે કે સરહદ ભંગનો બનાવ બની ગયો છે.
બીજું ચરણ : જાગૃતિને ધારદાર બનાવવી. જાગૃતિ સૂક્ષ્મ બની છે અહીં. હવે સાવધાની એવી તીવ્ર છે કે ઉપયોગ પરમાં જાય તો તત્પણ ખ્યાલ આવી જાય છે અને તરત એને એમાંથી કાઢી શકાય છે.
ક્ષણ-ક્ષણની જાગૃતિ એ જ તો સાધના માટેની સજ્જતા તેને !
ત્રીજું ચરણ સ્વમાં ઉપયોગનું સાતત્ય. અભ્યસ્તતા એવી આવી છે કે પરમાં ઉપયોગનું જવાનું હવે થતું નથી. સ્વમાં જ ઉપયોગ રહ્યા કરે છે.
સ્વમાં જ ઉપયોગ રહેવાને કારણે જે દિવ્ય આનન્દ મળે છે એને કારણે પરમાં જવાનું હવે અશક્ય બને છે.
પ્રભુએ કેવી મઝાની પદ્ધતિ આપી છે : શુભની અને શુદ્ધની. મન પરમાં જાય તો જ નવાઈ ને !
શુભના માર્ગે સ્વાધ્યાય, ભક્તિ, જાપ, વિનય, વૈયાવચ્ચ કેટલું બધું વૈવિધ્ય. અને શુદ્ધના માર્ગે તો અનન્ત ગુણોની મઝાની સૃષ્ટિ છે. જ્ઞાનમાં રહો, દર્શનમાં રહો, ચારિત્રમાં રહો, વૈરાગ્ય કે આનન્દમાં રહો.... આટલું મઝાનું વૈવિધ્ય જો સ્વની દુનિયામાં છે, તો સાધક પરમાં જાય કેમ ?
રાજકુમારી પ્રભૂજના સાધ્વીજી મહારાજ પાસે અધ્યયન કરવા જતી. ઉંમરલાયક થયેલી એ દીકરીના લગ્ન વખતે, તે કાળના રિવાજ મુજબ, રાજાએ સ્વયંવર મહોત્સવ યોજ્યો.
સેંકડો રાજાઓ અને રાજકુમારો પ્રભુજના કુમારીને વરવા માટે એ મહોત્સવમાં આવ્યા. નગરમાં આના કારણે ખૂબ ચહલપહલ છે. ૩૦
પ્રગટ્યો પૂરના રાગ