________________
હકીકતમાં, ઉપયોગનું પરમાં જવું એ સાધકનો મોટામાં મોટો અપરાધ છે. જે ઉપયોગને માત્ર સ્વરૂપ દશા ભણી જ કેન્દ્રિત કરવાનો છે, તેને પરમાં કેમ મૂકી શકાય ? ગુલાબનું સ્થાન કંડું હોય, નહિ કે ઉકરડો !
એક સમ્રાટે દશ વર્ષ પછી પોતાના નગરમાં પધારેલ પોતાના ગુરુને પુછેલું : ગુરુદેવ ! મને ક્યારેય યાદ કરતા'તા કે ?
સંતની આંખોમાં આંસુ છલકાયા. એમણે કહ્યું : કો'ક નિર્બળ ક્ષણે મને તારી યાદ આવતી. મને થતું કે શરીર નહિ ચાલે ત્યારે ભક્ત રાજાને ત્યાં જઈશ તો એ મને બધી જ સુવિધાઓ પૂરી પાડશે.
પણ આ યાદ આવી ગયા પછી હું પોશ-પોશ આંસુએ પ્રભુ પાસે રડતો કે પ્રભુ ! બીજાની યાદ એક-બે ક્ષણ માટે પણ મને આવી એનો અર્થ તો એ જ થયો કે એ ક્ષણોમાં મને તારું સ્મરણ નહોતું. પ્રભુને પછી હું વીનવતો : પ્રભુ ! મને તો જોઇએ સતત તારામાં જ લીન મન. તારામાં જ રહેલ ઉપયોગ.
સાધક માટે ઉપયોગનું પરમાં જવું તે જ તો મૃત્યુ છેને ! પૂજ્ય આનન્દઘન મહારાજ યાદ આવે :
મર્યો અનન્તવાર બિન સમજ્યો, અબ સુખ દુઃખ બિસરેંગે, આનન્દઘન નિપટ નિકટ અક્ષર દો, નહિ સમરે સો મરેંગે.
પ્રેમ - પ્રભુપ્રેમનું સ્મરણ, સ્વરૂપ દશાનું સ્મરણ, સ્વમાં ઉપયોગ; હવે ક્યાં મૃત્યુ છે ?
હું દેહ છું એમ માન્યું ત્યાં જ મૃત્યુ; ચૈતન્યના શાશ્વતીના લયમાં તમે જોડાયા; હવે ક્યાં મૃત્યુ છે ? “દેહ વિનાશી હું અવિનાશી, અપની
૨૮
પ્રગટ્યો પૂરન રાગ