________________
અશાતા વેદનીયનો ઉદય આવે અને દેહમાં પીડા છલકાય ત્યારે અલગ રહીને તમે એને જોઈ શકો : જો દેહ જોડે તાદાભ્ય ન હોય તો.
સ્વામી શિવપુરી બાબાને એક સાધકે પૂછેલું આપને કાંટો વાગે તો પીડા થાય ? બાબાએ કહ્યું : બુદ્ધઓ કરતાં પ્રબુદ્ધોને વધુ ખ્યાલ આવે કાંટો વાગ્યાનો પીડાનો ખ્યાલ છે. પણ દેહ જોડે તાદાભ્ય-વળગણ ન હોવાથી પીડાને જોઈ શકાય છે. પીડામાં ભળવાનું બનતું નથી.
તો, સાધકે આ જોવું જોઈએ કે પરકાર્ય તરફ જવાનો જે વેગ હતો તે ઘટ્યો ? અને એની સામે, સ્વકાર્ય ભણી જવાનો વેગ વધ્યો ?
તાળો આ રીતે મંડાશે : આજની સાધના દ્વારા જ્ઞાતાભાવ કે દ્રષ્ટાભાવ પુષ્ટ બન્યો?
એકદમ પ્રાયોગિક રીતે કામ થવું જોઈશે. તમે જોતા જાવ, આગળ વધતા જાવ. જો કે માત્ર તમારું જોવું પૂરતું નહિ બને. તમે કદાચ તમારી સાધનાને મોટી કરીને જોશો. ના, સાધનામાર્ગમાં સાધનાનું આ ઓવર એસ્ટિમેશન અધિમૂલ્યાંકન બરોબર નથી.
એને માટે, સદ્ગુરુ પાસે જઈને તમારે તમારી સાધનાની ચકાસણી કરાવવી જોઈએ. ‘ગુરુદેવ ! મારી સાધના બરોબર છે?”
ગુરુદેવને “સુખ સંજમજાત્રા નિર્વહો છો જી ?” પૂછનાર સાધક કદાચ ભીતરથી પૂછતો હોય છે : “ગુરુદેવ ! મારી સાધનાયાત્રા કેમ કેમ ચાલે છે ?
“નેમિ જિનેસર નિજ કારજ કર્યું.' નેમિનાથ દાદાને કોણ જુએ છે ? તમારી આંખ જુએ છે, તમારું મન જુએ છે કે તમે પોતે જુઓ છો?
આંખ અને મનની પહોંચ દાદાના રંગ, આકાર સુધી હશે. “સરસ ભગવાન છે !'. તમે પોતે જોશો ત્યારે બિમ્બ-પ્રતિબિમ્બ ભાવ ઝલકશે.
પ્રગટ્યો પૂરન રાગ