________________
આ જ રીતે, પ્રભુમૂર્તિનાં દર્શન કરતો હોય ભક્ત. પ્રભુના મુખ પરથી ઝરતા પ્રશમરસ પર એની દૃષ્ટિ પડે. અને એને થાય કે આવો જ પ્રશમરસ મારી ભીતર પણ છે. પ્રશમરસના દર્શનની ક્ષણો પ્રશમરસની અનુભૂતિની ક્ષણો બની રહે છે.
નેમિ જિનેસર નિજ કારજ કર્યું...' નિજ કાર્યની સામે પર કાર્ય.
હું ઘણીવાર સાધકોને પૂછું છું : સ્વાધ્યાય કેટલો સમય અને પરાધ્યાય કેટલો સમય ? પરના અધ્યયનમાં - પરદર્શનમાં કેટલો સમય જતો રહે છે !
આમ જ સાધકે જોવું જોઈએ કે નિજ કાર્ય કેટલું થાય છે રોજ અને પર કાર્ય કેટલું થાય છે ? - સ્વરૂપ સ્થિતિ તરફ જવાના સમયને અને તેના માટેની ઝંખનાના સમયને નિજ કાર્યના ખાનામાં રાખીશું. વિભાવો તરફ જવાના સમયને પર કાર્ય તરીકે લેખશું.
સ્વરૂપ સ્થિતિ તરફ જવાની પ્રબળ ઝંખના એક કામ કરશે : વિભાવો જોડે તાદાભ્ય નહિ થવા દે. - ક્રોધનો ઉદય આવી જશે. કદાચ એ ઉદયને તે વિફળ પણ નહિ બનાવી શકે; પરંતુ ક્રોધને જોવાની અવસ્થા મળી શકશે. ક્રોધ કરનાર કે ક્રોધમાં ભળનાર મન છે, તો ક્રોધને જોનાર તમે છો.
હા, તમે તો કર્મથી અલગ છોને ! દેહ મન વચન પુગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું જ્ઞાન આનન્દ ભરપૂર રે....'
૩. અમૃતવેલની સઝાય.
પ્રગટટ્યો પૂરન રાગ