________________
તન્મયતા નહિ હોય અને ઘોષ પૂર્વક એ ગોખતો હશે યા શાસ્ત્ર વાંચતો હશે તોય એટલી ક્ષણો એના મનમાં અશુભ વિચારો નહિ આવે.
સ્વાધ્યાય છે સ્વગુણ દર્શન. ધ્યાન છે સ્વગુણ અનુભૂતિ.
તન્મયતા માટે જરૂરી છે શુભની ક્ષણોનું વેગપૂર્વક વહેવું. એટલા વેગપૂર્વક તમે વહો સ્વાધ્યાય આદિમાં કે પરના પ્રવેશની ત્યાં શક્યતા ન રહે અને એ વેગ જ તમને શુદ્ધમાં લઈ જાય.
પૂજ્યપાદ આનન્દઘનજી મહારાજે આ વેગની ચર્ચા કરતાં પરમતારક શ્રી ધર્મનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું : “દોડતા દોડતા દોડત દોડિયો, જેતી મનની રે દોડ..” મન જેટલી ઝડપે દોડતું હતું, તે જ ઝડપે હવે સાધનાને દોડાવવાની છે.
શું કરે છે આ વેગ ?
પંખો ઝડપથી ફરતો હોય ત્યારે બે પાંખિયાં વચ્ચે હાથ નથી નાખી શકાતો તેનું કારણ તેનો વેગ છે. એમ શુભની ક્ષણો ઝડપથી ઘૂમતી હશે તો એ ક્ષણોમાં પરનો પ્રવેશ અસંભવિત બનશે. અને એ ક્ષણો શુદ્ધમાં પલટાશે.
જેમકે “નેમિ જિનેસર નિજ કારજ કર્યું...” આ એક પંક્તિ તમારી સામે છે. એમાંથી તમારે બે જ શબ્દો પર તમારું અનુધ્યાન કેન્દ્રિત કરવું છે : નિજ કાર્ય. સ્વરૂપ સ્થિતિ.
તમને લાગતું જ થશે કે સ્વરૂપ સ્થિતિ આટલી હદે વૈભવપૂર્ણ હોય તો હું એમાં કેમ ન સરું ? આ ઝંખનાની ક્ષણો વેગવતી બનશે. સ્તવનાની પંક્તિ હવે બાજુમાં જશે અને સ્વરૂપ સ્થિતિનો આંશિક અનુભવ તમે માણતા હશો. “ચિદાનન્દઘનતા' તમારી ભીતર જે રહેલ છે, તેનો આંશિક આસ્વાદ શરૂ થશે.
શુભમાંથી શુદ્ધ ભણી : કેટલી તો આ સહજ પ્રક્રિયા છે.
૨૪
પ્રગટ્યો પૂરન રાગ