________________
રૂપાદિકને જોવું, કો'કને કંઈક કહેવું, કંઈક કહેવડાવવું, શું છે આ બધું ? ઇન્દ્રિયો અને મન, વચન, કાયાના અશુભ યોગો મળીને આત્મધનની કેવી તો લૂંટ ચલાવી રહ્યા છે !'
આ દૃષ્ટિમાં સ્થિર થયેલ સાધક પૌદ્ગલિક ઘટનાઓથી પ્રભાવિત તો શી રીતે હોય જ ? “રજકણ કે ઋદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુગલ એક સ્વભાવ જો....૨
આવા સાધકે બે જ ખાનાં રાખ્યાં છે : એક ચૈતન્યનું, એક જડનું. ચૈતન્યનું ખાનું તે પોતાનું. જડનું તે પરનું
‘ચિદાનન્દઘન સુજસ વિલાસી, કિમ હોય જગનો આશી રે ?” જ્ઞાન અને આનન્દના વૈભવમાં મહાલતો સાધક પરની દુનિયામાં કેમ જઈ શકે ?
નેમિ જિનેસર નિજ કારજ કર્યું.” પ્રભુએ સ્વરૂપ સ્થિતિ હાથવગી કરી. સાધકે પણ પ્રભુના પગલે પગલે જવાનું છે.
શુદ્ધ દશા ભણી જવું છે. શુદ્ધ દશા – સ્વરૂપ સ્થિતિ એ સાધ્ય છે. શુભ એ માટેનું સાધન છે.
શુભ તત્ત્વ બે કામ કરે છે : શુદ્ધ તરફ લઈ પણ જાય છે એ. ક્યારેક અશુભને એ તોડે છે.
સ્વાધ્યાય કરી રહ્યો છે સાધક. તન્મયતા જો આવશે એકાદ શબ્દ પર, તો અનુપ્રેક્ષાથીય આગળ, ધ્યાનમાં તે જઈ શકશે. પણ એવી
૧. રૂપાદિકકો દેખવો, કહન કહાવન કૂટ;
ઇન્દ્રિય-યોગાદિક બલે, એ સબ લૂંટાલૂંટ. -સમાધિ શતક. ૨. અપૂર્વ અવસર.
પ્રગટ્યો પૂરન રાગ