________________
આ પછી, જે ક્ષણે તેમણે આગમગ્રન્થમાળાનું સંપાદન સ્વીકાર્યું, ત્યારે તેમના શબ્દો આ હતા : ગુરુદેવ રોજ કહેતા કે જબ્બ ! પ્રભુની વાણીનું તું કંઈક દોહન કર. આજે સગુરુવચન-સેવના (‘જયવીયરાય” સૂત્રે કહેલ ‘તવણસેવણા') મને મળી રહી છે.
નિજ કાર્ય.'
સ્વરૂપ સ્થિતિ પૂર્ણતયા પ્રગટે ત્યારની ભીતરની સ્થિતિ તો કેમ વર્ણવી શકાય ? પણ એના શરૂઆતના પડાવો પણ કેવા છે !
એક પડાવની વાત જોઈએ. પાંચમી યોગદષ્ટિ સ્થિરામાં સમ્યગુદર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારે સાધકની ભાવાનુભૂતિ કેવી હોય છે ?
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ “આઠ દૃષ્ટિની સક્ઝાયમાં કહે છે :
અંશે હોએ ઈહાં અવિનાશી, પુદ્ગલજાલ તમાસી રે; ચિદાનન્દઘન સુજસ વિલાસી, કિમ હોય જગનો આશી રે ?
અવિનાશી દશાની અનુભૂતિ શરૂ થઈ છે અહીં. આનન્દઘનીય અભિવ્યક્તિ મઝાની છે આ અનુભૂતિની : “નાસી જાસી, હમ થિરવાસી... ચોખે હૈ નીખરેંગે..” નાશવન્ત જશે, હું સ્થિર રહેનાર છું. પુદ્ગલોની પકડમાંથી મુક્ત થતાં જ મારામાં શુદ્ધિનો નીખાર આવશે. “અંશે હોએ ઇહાં અવિનાશી, પુદ્ગલજાલ તમાસી રે....” પુદ્ગલોની આવન-જાવનની ઘટનાને ઇન્દ્રજાળની જેમ તે જુએ છે. “શો મતલબ આ બધાનો ?”
પ્રગટ્યો પૂરન રાગ