________________
અનુભૂતિના આસ્વાદે વિગત જન્મોની અનુભૂતિનું પ્રતિબિમ્બ પાડ્યું. એ પ્રતિબિમ્બ ગાઢ સ્મૃતિ દ્વારા પ્રબળ ઝંખનામાં ફેરવાશે.
---
વિગત જન્મની અનુભૂતિ, જે આપણી ભીતર સંઘરાયેલી છે; તેને રખ્યા વચ્ચે રહેલ ધધકતા અંગારાની ઉપમા અપાઈ છે.
ક્યારેક રાખ હવાના ઝોંકાથી - કો'ક ઘટનાથી ઊડી જાય છે અને અનુભૂતિનો અંગારો ખુલ્લો બને છે.
ક્યારેક સદ્ગુરુ રાખને ઉડાડી મૂકે છે અને ભીતર ધધકી રહેલા અનુભૂતિના અંગારાને પ્રકટ કરે છે.
સદ્ગુરુનું આ જ તો કાર્ય છેને ! તમારી જન્માન્તરીય સાધના ધારા સાથે તમને જોડી દેવાનું !
નેમિ જિનેસ૨ નિજ કારજ કર્યું.' સાધક માટે લક્ષ્ય છે સ્વરૂપ સ્થિતિની પ્રાપ્તિ. નિજ કાર્ય, પોતાનું કાર્ય શું ? સ્વરૂપમાં સ્થિત હોવું તે. ઝંખના અને સ્વરૂપ પ્રાપ્તિની વચ્ચે ઝંખનાને સાકાર બનાવનારાં બે તત્ત્વો આવશ્યક છે : સદ્ગુરુયોગ, સદ્ગુરુ-વચનસેવના.
ઝંખના પ્રબળ બની. હવે ચાલવું છે સાધનામાર્ગે. પ્રશમરતિ પ્રકરણ યાદ આવે : ‘નુર્વાયત્તા યસ્માત્ શાસ્ત્રારમ્ભા મવન્તિ સર્વેઽપિ'- શાસ્ત્રનો પ્રારંભ સદ્ગુરુને અધીન છે તેમ સાધનાનો આરંભ પણ સદ્ગુરુને જ અધીન છે.
પૂર્વાનુભૂત સાધનાનું સ્મરણ થાય છે અને એ સ્મરણ ઝંખનામાં ફેરવાય છે. પણ પૂર્વ જન્મની અનુભવેલી સાધનાના માર્ગ પર સદ્ગુરુના માર્ગદર્શન વિના એક ડગલું પણ ચાલી શકાય તેમ નથી.
પ્રગટ્યો પૂરન રાગ
૨૦