________________
રસાસ્વાદ પેલી ક્ષણોનો મણાયો છે અને તેથી, આ ક્ષણોમાં ભળાતું નથી. અને પ્રબળ ઝંખના રહ્યા કરે કે ક્યારે પેલી ક્ષણો મળશે ? ક્યારે ? ક્યારે ?
મીરાંએ આ ક્ષણોની અનુભૂતિને અભિવ્યક્ત કરતાં કહ્યું : “આણિગમ તો મારગડો નવિ સૂઝ, પેલિગમ તો બળી મરીએ.. કહો ને, ઓધાજી ! ક્યાં જઈએ ?”
બહુ મજાની વાત એ છે કે પોતાની - સ્વરૂપસ્થિતિની દિશા માટે મીરાં ‘આ’ શબ્દનો ઉપયોગ કરે છે, વિભાવસ્થિતિની દિશા માટે “પેલા' શબ્દનો ઉપયોગ તેઓ કરે છે.
સ્વરૂપસ્થિતિનો માર્ગ સૂઝતો નથી અને સંસારની બાજુએ તો બળી મરાય એવું છે. ક્યાં જવું?
પ્રબળ ઝંખના માર્ગ કાઢે છે.
પ્રબળ ઝંખના, અને એ પણ અનુભૂતિથી નીપજેલી.
શ્રુતિ કે અનુપ્રેક્ષા દ્વારા થયેલ ઝંખનાનાં મૂળિયાં એટલાં ઊંડાં નથી હોતાં. ' એક પ્રદેશમાં તમે જઈ આવ્યા. હવે તમે ક્યારેક એનું સ્મરણ કરશો ત્યારે એ સ્મૃતિ સપ્રાણ હશે. જ્યારે સાંભળેલ સ્થળના સ્મરણમાં એ ઊંડાણ નહિ હોય...
શ્રુતિમાં આપણે ક્યાંક અધવચ્ચે જ અટકી જઈએ છીએ. ત્યાં શબ્દો પ્રભુના હશે, કલ્પના શ્રોતાની હશે. અનુભૂતિ તો છે નહિ. મન કલ્પના કેવી કરશે ? એ પોતાને અનુભૂત વસ્તુઓની કલ્પના કરશે.
મારી જ વાત કરું.
પ્રગટ્યો પૂરન રાગ
૧૭