________________
ઇલાચિ પુત્રને મુનિનો વેષ જોતાં, મુનિના બ્રહ્મચર્ય ગુણનું થયેલ દર્શન આત્મગુણાભિમુખતામાં પરિણમ્યું અને નૃત્યમંચ પર જ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઇને તેઓ કેવળજ્ઞાની બન્યા.
પૂ. દેવચન્દ્રજી મહારાજ ભારપૂર્વક કહે છે : સાધક માટે પ્રશસ્ત રાગ આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. પ્રશસ્ત રાગ ગુણરુચિ જન્માવશે. ગુણરુચિ દ્વારા ગુણપ્રાપ્તિ થશે. તેઓ કહે છે : અતિશય મહિમા રે અતિ ઉપકારતા રે, નિર્મલ પ્રભુગુણ રાગ; સુરમણિ સુરઘટ સુરતરુ તુચ્છ તે રે, જિનરાગી મહાભાગ. ૧૨-૩
પ્રભુના ૩૪ અતિશયો, ૩૫ વાણીના ગુણ, સમવસરણની રચના આદિ જોઈને કે સાંભળીને પ્રભુ પર જે અનુરાગ થાય છે, તે છે પ્રશસ્ત રાગ.
એના દ્વારા પ્રભુના અસંગતા, સ્વરૂપ-ભોગિત્વ આદિ ગુણો પ્રત્યે રાગ થાય છે. એ પણ પ્રશસ્ત રાગ છે.
ચિન્તામણિ, કામઘટ કે કલ્પવૃક્ષ તો ભૌતિક સુખોની પ્રાપ્તિ કરાવનાર હોઈ તુચ્છ છે, જ્યારે પ્રભુગુણો પરનો રાગ તો ભવોદધિતારક છે. સરસ ચરણ આવ્યું છેલ્લું : “જિનરાગી મહાભાગ.” જિનેશ્વર દેવ પ્રત્યેના રાગવાળો મહાભાગ્યવાન છે.
શુદ્ધ ભાવ પૂજાની વ્યાખ્યા આપતાં તેમણે કહ્યું : દર્શનજ્ઞાનાદિકગુણ આત્મના રે, પ્રભુ પ્રભુતા લયલીન;
પ્રગટ્યો પૂરવ રાગ