________________
આવું જ કાયરતિ અને કાયાનન્દના સન્દર્ભમાં છે. તમારા દ્વારા થયેલ કોઈ કાર્યની પ્રશંસા થઈ અને અહંકાર છલકાયો તો કાયરતિ; પ્રભુની કૃપાથી આ કાયા દ્વારા સરસ કાર્ય થયું એવો અહોભાવ છલકાય તો કાયાનન્દ.
સમાધિશતકની કડી ફરીથી જોઈ લઈએ : “આતમજ્ઞાને મન ધરે, વચન-કાય-રતિ છોડ; તો પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવકી જોડ...”
મન આત્મજ્ઞાનમાં, આત્મગુણોમાં, અને પોતાના વચન અને કાયાના સ્તરે થતી સારી ક્રિયાઓ પ્રત્યે અહંકાર નહિ; આ બે ચરણો આવ્યાં તો શુભ અને શુદ્ધનું દ્વન્દ સતત ચાલ્યા કરે.
શુભમાં વંગ આવે, શુદ્ધ પકડાય. શુદ્ધ પાંખું બને ત્યાં શુભ હાજર જ હોય.
પરમતારક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના સ્તવનમાં પૂ. દેવચન્દ્રજી મહારાજે ભાવ પૂજાના બે પ્રકારો પાડ્યા છે : પ્રશસ્ત ભાવ નિક્ષેપ પૂજા અને શુદ્ધ ભાવ નિક્ષેપ પૂજા. શુભ અને શુદ્ધનું દ્વન્દ્ર.
એ સ્તવનના સ્તબકમાં તેઓશ્રીએ શાસ્ત્રનો આધાર ટાંકીને જ્ઞાનાદિગુણની રુચિવાળો સાધક તેવી ગુણસંપત્તિને પામે છે તેમ કહ્યું છે. પ્રશસ્ત ભાવ પૂજા એટલે કે પ્રભુ પરનો પ્રશસ્ત રાગ, અને તે ગુણ-રુચિનું મૂળ છે તેમ તેઓ કહે છે.
१. नाणाइगुणरुइ खलु तारिसो अ गुणसंपइ संपत्तो ।
धन्नो गुणसंपत्तो पसत्थरगं तिहिं कुणइ ॥ गुणरुइमूलं एयं तेणं गुणवुड्डिए हेउअं भणियं । जहा इलाइपुत्तो पसत्थरागेण गुणपत्तो ॥
પ્રગટ્યો પૂરન રાગ