________________
પ્રભુ જેવો તેવો પણ હું તમારો જ છુંને ! મને પ્રભુ ! તમે સમ્યગ્દર્શન આપજો. જેથી મારું મન શાન્ત થાય. મને લાગે કે મારા નાથ મારા કરતાંય વધુ તીવ્રતાથી મને ચાહી રહ્યા છે.
વિચારો પ્રભુ સાથે જોડાયેલા. વાણી પ્રભુ સાથે સંબદ્ધ, કાયા પણ પ્રભુ સાથે સંલગ્ન.
એવી કાયામાં પ્રભુ અવતરે. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ આ જ સન્દર્ભમાં સાધકની કાયાને ધર્મકાયા કહે છે.
સંત કબીરે કહ્યું : ‘બુંદ સમાના સમુંદ મેં.’ મનને પ્રભુમાં લીન કરી દેવું. પ્રભુગુણોમાં ડુબાડી દેવું. પછી શું થાય છે ? ‘સમુંદ સમાના બુંદ મેં....' એ સાધકની નાનકડી કાયામાં, મનમાં, પરમ ચેતનાનું અવતરણ થઈ રહે.
વચનતિ. વચનાનન્દ.
તમે કંઈક બોલ્યા. કો'કે કહ્યું : તમે બહુ જ સરસ બોલ્યા. તમારી ભીતર અહંકારનો લય પ્રસરે. આ થઈ વચનતિ. પોતાના વચન પરનો
રાગ.
યુવા પ્રવચનકાંરોએ એકવાર મને પૂછેલું : તમારી દૃષ્ટિએ સફળ પ્રવચનકાર કોણ ? મેં કહેલું : પોતાના દ્વારા બોલાતા શબ્દો પરની અનાસ્થા, અશ્રદ્ધા તમને તે પડાવ ભણી દોરી જઈ શકે. પ્રભુનાં પ્યારાં વચનો પર તમને ખૂબ ખૂબ શ્રદ્ધા હોય, પણ તમારી તેની પ્રસ્તુતિને કારણે એ વચનો સરસ લાગી રહ્યાં છે આવું તમારા હૃદયના ઊંડાણમાં પણ નથીને, એની ખાતરી થઈ જવી જોઈએ.
પ્રભુ તમારા કંઠેથી પ્રગટી રહ્યા છે અને એક પ્રવચનકારને લાગે કે પોતે પણ પ્રભુને સાંભળી રહેલ છે, તો વચનાનન્દ.
८
પ્રગટ્યો પૂરન રાગ