________________
પ્રભુ !
તો, તું આવી જજે, પ્રભુ ! જગતવાસી હું નહિ રહી જાઉં, પ્રભુવાસી મારે બનવું છે.
સબ લોકન મેં તેરી સત્તા, દેખત દરિસન જ્ઞાને..” પૂરા લોકમાં છે તારી સત્તા. તું કેવળજ્ઞાન અને કેવળદર્શન વડે બધું જ જાણે છે, જુએ
તો, તું પ્રભુ મારા ભાવોનેય જાણે જ છેને ! તારા વિનાની મારી છટપટાહટ, વિરહાકુળતા તને દેખાય છેને, પ્રભુ ?
તો પછી, તું કેમ મને તારી સમીપે નથી લઈ જતો ?
સહેજ વિતૃષ્ણાનો ભાવ ભક્તના હૃદયમાં આવે છે. એને સહેજ ખોટું લાગે છે. હું પ્રભુને “મારા દેવ, મારા દેવ..' તરીકે સમજું છું; એમની બાજુએ ભક્તનો એ રીતે સ્વીકાર છે ખરો ?
“ઇન કારણ કહા તુમસે કહેવો, કહીએ તો ન સુણો કાને....... તમે બધું જાણો છો, છતાં મારી વિરહાકુળતાને શમાવવા કશું કરતા નથી; તો તમને કહેવાનો અર્થ શો ? અને કદાચ કહીશું તોય તમે ધ્યાન દઈને ક્યાં સાંભળો છો ?
10
ભક્તહૃદયની કોમળતા હવે ધ્વનિત થાય છે. લાગે છે કે પ્રભુની તો અકારણ કૃપા વરસતી જ આવી છે, વરસતી જ આવી છે; પોતે એને ઝીલી શક્યો નથી... કચાશ પોતાના પક્ષે છે.
“અપનો હી જાન નિવાજ કીજે, દેઈ સમકિત દાને; માનો અજિત પ્રભુ ! અરજી એ ઈતની, યે અમૃત મન માને.....”
પ્રગટ્યો પૂરન રાગ