________________
મહારાજના શિષ્ય) પક્ષવણાજી સૂત્રની વાચના આપી રહ્યા હતા. શ્રોતાઓ તરીકે મુનિવરો અને શ્રાદ્વરત્ન અનુપચંદભાઈ આદિ શ્રાવકો હતા.
એક જગ્યાએ અર્થમાં પૂ. મણિવિજય મહારાજ તથા અનુપચંદભાઈનો અભિપ્રાય અલગ પડ્યો. બેઉ શ્રદ્ધાશીલ જ્ઞાની હતા, એથી કદાગ્રહની વાત તો હતી જ નહિ. શ્રી અનુપચંદભાઈએ ઘણા મહાપુરુષોને સાંભળેલા, તેથી એમણે શ્રુતિના આધારે અર્થ કર્યો. મણિવિજય મહારાજ કહે : આ અર્થ બરોબર નથી. આમ હોવું જોઈએ.
આવા પ્રસંગે ‘તત્ત્વ તુ વિિામ્યમ્’, ‘કેવળી મહારાજ તત્ત્વ જાણે’ એમ કહીને વાત પર પૂર્ણ વિરામ મૂકવામાં આવતું હોય છે. પરંતુ શ્રી અનુપચંદભાઇએ નવો માર્ગ સુઝાવ્યો. એમણે કહ્યું : અહીંના મુનિસુવ્રત દાદા અત્યન્ત પ્રભાવમય છે. તેમના શાસનરક્ષક દેવ પણ હાજરાહજૂર છે. આપણે અક્રમની સામૂહિક આરાધના કરી દેવને જાગૃત કરી તેમના દ્વારા ઉત્તર મેળવીએ. તેઓ પ્રભુ સીમન્ધર દાદાને પૂછીનેય ઉત્તર લઈ આવશે.
બધાએ વાતને પુષ્ટિ આપી.
ત્રીશ જેટલા સાધકોએ અક્રમ કર્યા. અક્રમના ત્રીજા દિવસની રાત્રીના સાડાત્રણ વાગ્યે લગભગ દરેક સાધકોને સ્વપ્નમાં અર્થ શું હોવો જોઈએ તે લખાયેલું દેખાયું. અનુપચંદભાઈએ કરેલ અર્થ બરોબર છે એમ સ્વપ્નમાં બધાને દેખાયું.
સવારે બીજા શ્રાવકોએ અનુપચંદભાઈને કહ્યું ઃ અમને સ્વપ્નમાં આવું દેખાયું છે. અનુપચંદભાઈ કહે : અત્યારે આપણે પૂજ્ય મણિવિજય મહારાજ પાસે જઈએ છીએ, વંદના કરવા માટે. પરંતુ કોઈએય સ્વપ્નની વાત પૂજ્યશ્રીને કહેવી નથી. પૂજ્યશ્રી શું કહે છે તે આપણે જોઈએ.
કેવી નમ્રતા !
મારો અર્થ સાચો પડ્યો છે એનો લેશ માત્ર અહંકાર નથી. આ ભાવ સમર્પિત દશાને કારણે આવ્યો છે. મારી પાસેનું જ્ઞાન ગુરુદત્ત છે. ગુરુવર્યોએ જ કૃપા કરીને મને કંઈક આપેલું છે. મારું તો આમાં કંઈ જ નથી...
પ્રગટ્યો પૂરન રાગ
૧૧૪