________________
શ્રાવકો પૂ. મણિવિજય મહારાજ પાસે ગયા. વન્દના કરી. પચ્ચખાણ લીધું. તે વખતે પૂ. મણિવિજય મહારાજે કહ્યું : અનુપચંદભાઈ, તમે કહેલો અર્થ બરોબર છે. મને સ્વપ્નમાં આવો સ્પષ્ટ ભાસ થયો છે.
શ્રદ્ધા અભિવ્યક્તિમાં સચ્ચાઈ, પ્રાણ, ઊંડાણ લઈ આવી.
પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ તો ભક્તિયોગ અને સાધનામાર્ગના ઊંડા અભ્યાસી છે. અનુભૂતિવાન મહાપુરુષ છે. તેમની અભિવ્યક્તિમાં ઊંડાણ અદ્ભુત છે. આપણે કેટલું ઊંડાણ પામી શકીએ છીએ તે જોવાનું રહ્યું. જો કે એ ઊંડાણ પણ આપણે તેઓશ્રી પરની શ્રદ્ધા દ્વારા મેળવવું છે. તેમની એક એક સ્તવના ગ્રન્થ રૂપ છે. કહો કે એક એક કડી ગ્રન્થ સ્વરૂપ છે. પ્રભુનું અને પૂજ્ય દેવચન્દ્રજી મહારાજનું ભક્તિભાવપૂર્ણ રીતે સ્મરણ કરી સ્તવનાની પંક્તિઓને ઘૂંટીશું તો જરૂર ઊંડાણ આપણનેય મળશે.
તો ચાલો, આ કડીને ઘૂંટીએ. અનુભૂતિવાન મહાપુરુષની અભિવ્યક્તિને શ્રદ્ધાના સ્તર પર ઝીલીને, અભ્યાસના સ્તર પર ઝીલીને અનુભૂતિમાં ફેરવવા કોશિશ કરીએ.
પૂ. ચિદાનન્દજી મહારાજ પરમતારક શ્રી નેમિનાથ પ્રભુની સ્તવનામાં કહે છે : .
પણ તુમ દરિસન યોગથી, થયો હૃદયે હો અનુભવ પ્રકાશ; અનુભવ અભ્યાસી કરે, દુઃખદાયી હો સહુ કર્મ વિનાશ... ૬ પ્રભુના દર્શન વડે, દર્શનયોગ વડે અનુભૂતિનો ઝબકારો ભીતર થાય.
દર્શનથી નહિ પણ દર્શનયોગથી કહ્યું છે. યોગ એટલે સંબંધ. પ્રભુના એકાદ ગુણનું પ્રતિબિમ્બન હૃદયમાં થાય અને એ જ ક્ષણે અનુભૂતિનો
પ્રગટ્યો પૂરન રાગ
૧૧૫