________________
ભક્તહૃદયના ઉદ્ગારો સાંભળીએ ત્યારે એ ઉદ્ગારોની પાછળ રહેલા ભીના ભીના હૃદયનો પરિચય થઈ રહે.
એક હૃદયંગમ સ્તવના પૂ. અમૃતવિજય મહારાજની આ સન્દર્ભમાં માણવા જેવી છે;
ઉપાડ જ કેટલો મધુર છે ! : ‘તું ગત મેરી જાને હો જિનજી !”
પ્રભુ ! તારી લીલા તો તું જ જાણી શકે; પરંતુ મારી બધી જ ગતિવિધિ તારી સામે ખુલ્લી છે.
મહોપાધ્યાય યશોવિજય મહારાજે પરમતારક શ્રી શાન્તિનાથ પ્રભુના સ્તવનને છેડે જે ટાંક્યું છે, તે અહીં યાદ આવે છે :
‘દેખી રે અદ્ભુત તાહરું રૂપ, - અચરિજ ભવિક અરૂપી પદ વરેજી; તાહરી ગત તું જાણે હો દેવ, સમરણ ભજન તે વાચક જશ કરેજી...”
પ્રભુ ! તારું અદ્ભુત રૂપ જોઈને ભાવકો અરૂપી પદને પામે છે. વાહ ! કેવી અકળ તારી આ લીલા ! પણ પ્રભુ ! તારી લીલા તું જાણે, હું તો તારું સ્મરણ અને ભજન કર્યા કરીશ.
‘તું ગત મેરી જાને હો જિનજી !
પ્રભુ ! તમે મારી ગતિવિધિ જાણો છો. “મેં જગવાસી સહી દુઃખરાશિ, સો તો તુમસે ન છાને...' જગવાસી, માટે જ પીડિત; આપ આ જાણો છો.
સરસ સૂત્ર આવ્યું : જગવાસી, દુઃખવાસી... હા, સાધક આમાં અપવાદરૂપ છે. એ બહારથી જગતવાસી છે, પણ ભીતરથી પ્રભવાસી
પ્રગટ્યો પૂરન રાગ