________________
સાધકના સ્તરે પણ ઘટનાઓ તો છે જ. પણ એ ઘટનાઓ જોડે સાધક સંબંધ બનાવતો નથી. એટલે, ખરેખર તો ઘટનાઓ દુખદાયિની નથી, ઘટનાઓ જોડેનો સંબંધ દુ:ખદાયી છે.
સામાન્ય મનુષ્ય એક નાનકડી ઘટના - કોંકે કહેલા ને પોતાને ન ગમેલા બે-ચાર શબ્દો - જોડે સંબંધ બનાવી દે છે અને પરિણામે પીડિત બને છે.
શ્રેષ્ઠ સાધકો ગમે તેવી પીડાદાયક ઘટનાઓ જોડે સંબંધ બનાવતા નથી અને એથી શરીરના સ્તર પર ઘટતી ઘટનાને તેઓ માત્ર જુએ છે. ગજસુકુમાલ મુનિ માથા પર મુકાયેલ ધગધગતા અંગારાને માત્ર જોનાર છે. ઘટના ઘટના છે, સાધક સાધક છે. સાધક ઘટનાને જુએ છે. સંબંધ બનાવતો નથી.
O
ઘટનાને કઈ રીતે જોવી તે પણ દ્રષ્ટા પર આધારિત છે.
રિંઝાઈ નામના એક સંત એક વિહારયાત્રામાં જનાર હતા. એક બીજા સંતે એમને કહ્યું : તમારી વિહારયાત્રામાં ત્રીજા દિવસે એક ગામ આવશે. જ્યાં એક સરસ બાંસુરીવાદક રહે છે. તમે એના ગાનને અચૂક
સાંભળજો.
રિંઝાઈ તે ગામે પહોંચ્યા. એક ભાઈને પૂછ્યું : અહીં કોઇ બાંસુરીવાદક છે ? એમ કહે છે કે તેનું બાંસુરી વાદન અદ્ભુત છે. પેલા ભાઈ કહે : મહારાજશ્રી ! જો જો, એને મઠમાં બોલાવતા. એ તો ચોરટો છે ચોરટો ! તમારું કમંડળું ઉઠાવીને ચાલતો થઈ જશે.
રિંઝાઈએ સાંભળ્યું. પણ એમના મનમાં સહેજ પણ તિરસ્કાર નહિ થયો. બીજા એક ભાઈ આવ્યા. એમને એમણે પૂછ્યું : અહીં કોઈ બાંસુરીવાદક છે. કહે છે કે એને ચોરીની ટેવ પડેલી છે; પણ જો એનું બાંસુરીવાદન અદ્ભુત હોય તો મારે તે સાંભળવું છે.
૧૦૮
પ્રગટ્યો પૂરન રાગ