________________
પેલા ભાઈ કહે : મહારાજશ્રી ! એનું બાંસુરીવાદન અદ્ભુત, અદ્ભુત છે. અને એ ચોરી કરે ? મહારાજશ્રી આપ એનું વાદન સાંભળશો ત્યારે આપ જ કહેશો કે, આ વ્યક્તિ ચોર હોઈ શકે જ નહિ. લોકો તો કેવા હોય છે, મહારાજ ! આવા કલાકાર માટે પણ કેટલાક લોકોએ આવી વાત જોડી કાઢી છે. આપને અનુકૂળતા હોય ત્યારે એમને બોલાવી લાવું. રિંઝાઈએ કહ્યું: રાત્રે આરામથી બેસીએ.
એ રાત્રે બાંસુરીવાદકે બાંસુરી શરૂ કરી. રિઝાઈ તો મત્રમુગ્ધ બની ગયા.. પાંચ-છ કલાક સુધી તેઓ સાંભળ્યું જ ગયા અને આવા સુજ્ઞ શ્રોતા મળવાથી કલાકાર પણ ખીલ્યા.
બાંસુરીવાદક એક જ હતો. જોનારના દૃષ્ટિબિન્દુ અલગ હતા. અને ભાવકનો-રિંઝાઈનો અનુભવ તો એકદમ મઝાનો રહ્યો.
પરમાત્માના પ્રશમ ગુણનું અવલંબન સાધકને પ્રશમ ગુણની ધારામાં મૂકે છે.
એક એક ગુણનું અવલમ્બન, તે તે ગુણની અનુભૂતિ. પ્રભુ ભક્તને કેવી તો પ્રસાદી આપે છે !
છઠું-સાતમું ચરણ : સંવર અને નિર્જરા.
સ્વગુણોના અનુભવનની ધારા સાધકને સંવરની ધારામાં મૂકે છે. ન અશુભનો આસવ છે, ન શુભનો આસવ છે. કર્મનું આગમન થોભી ગયું. સંવર.
અને સત્તામાં પડેલ કર્મોને દૂર કરવાના નિર્જરા’. ‘સંવર વાધે રે સાધે નિર્જરા.”
પ્રગટ્યો પૂરન રાગ
૧૦૯