________________
ઔષધિ પાક. એક કે બે ચમચી જેટલો લેવાનો હોય. પણ એ વહોરાવતાં રેવતીજીએ તીર્થકર નામ કર્મ ઉપાર્જિત કરી લીધું.
પરમાત્મ પ્રીતિના રંગે રંગાયેલું મન. રંગાયેલું જીવન. એ પ્રીતિની ચાદરનો રંગ ભક્તને કેવો જોઈએ છે ? ગીતની પંક્તિ યાદ આવે : “ઐસી હી રંગ દે કિ રંગ નાહી છૂટે, ધોબિયા ધૂએ ચાહે સારી ઉમરિયા, રંગ દે ચુનરિયા...”
ભગવત્રીતિના રંગે રંગાયેલ સાધકની નાનકડી ક્રિયામાં પણ પરમનો આસ્વાદ ઊતરશે. નૈષ્કિનનું પ્રતિલેખન પૌષધમાં કરવાનું છે. કેટલી સેકન્ડની એ ક્રિયા ! પણ એમાં પ્રભુપ્રેમ ઊતરશે ત્યારે એ નાની સી ક્રિયા કેવી તો ચમત્કૃતિપૂર્ણ બની જશે !
એક સાધક કહેશે : વિધિ છે માટે નૈષ્કિનનું પડિલેહણ - બારીકાઈથી વિધિપૂર્વક તેને જોવાની ક્રિયા - કરું છું. બીજો કહેશે : મારા પ્રભુએ કહ્યું છે માટે આ પડિલેહણ હું કરું છું. એ સાધક “મારા ભગવાન” બોલે ત્યારે એના ચહેરા પરના ભાવને આપણે જોતાં જ રહી જઈશું.
પૂજ્ય આનન્દઘનજી મહારાજ એમના દર્દીલ કંઠે “અભિનન્દન જિન ! દરિસન તરસીએ....” ગાય ત્યારે એ શબ્દો વેદનામાં ડુબાડેલા, શબ્દશઃ, આપણને લાગે. એ પંક્તિ પ્રભુ માટેની એમની તડપનમાં, તરસમાં ભીંજવેલી લાગે.
બંધ આંખે એ પંક્તિને “સાંભળવાનું બન્યું છે ત્યારે એ યોગિરાજનો અશ્રુસભર ચહેરો જોવાયો છે. એમનાં ડૂસકાં “સંભળાયાં છે. ડૂસકાંની પ્લેબેક પરના એ શબ્દો હૃદયના ઊંડાણ સુધી પહોંચી ગયેલા.
૧૦૬
પ્રગટ્યો પૂરન રાગ