________________
ભક્તિયોગાચાર્યો પણ જેમનાં દર્શનને દુર્લભ કહે છે, તે પ્રભુનું દર્શન મને મળી ગયું! અને, બીજી આંખમાંથી વિષાદનાં આંસુ ઝરે કે પ્રભુ ! તું મળ્યો છતાં મારી ભીતર બદલાહટ કેમ નહિ ? ચંડકૌશિકની આંખોના ઝેરને તેં હરી લીધું. મારા હૃદયના ઝેરને તું કેમ ન હરે ?
પ્રભુના દર્શનથી નીપજતા અપૂર્વ આનન્દની વાત ‘સ્નાતસ્યા’ સૂત્રના પહેલા શ્લોકમાં છે. વાત આવી છે : મેરુ પર્વત પર જન્માભિષેક પછી ઇન્દ્રાણી મા પ્રભુ મહાવીર દેવને નિહાળી રહ્યાં છે. સ્તુતિમાં સરસ શબ્દ આવે છે : ‘રૂપાલોકનવિસ્મય...' પ્રભુના એ દિવ્ય રૂપને જોઈને ઇન્દ્રાણી મા આશ્ચર્યચકિત બની જાય છે ઃ આવું રૂપ ! અદ્ભુત ! અદ્ભુત !
આશ્ચર્ય સાથેનો આનન્દ. અને એ આનન્દ આંખોમાં અશ્રુ રૂપે પ્રગટ્યો : હર્ષાશ્રુ. આંખો હર્ષાશ્રુથી ભીની ભીની થઈ ગઈ. પછી મઝાની ઘટના ઘટી : ભીનાશ છે ઇન્દ્રાણી માની આંખોમાં. તે પ્રતિબિમ્બિત થઈ પ્રભુના ચહેરા પર. ઇન્દ્રાણી માને લાગે છે કે પ્રભુનો ચહેરો ભીનો છે, ભીનો છે... ભીનો છે. અને તેઓ પ્રભુના મુખ પર ક્ષીરોદકની આશંકા વડે અંગવસ્ત્ર ફેરવી લૂછી રહ્યાં છે.
પરમાત્મા પર રાગ.
રાગ નિરપેક્ષ બને એટલે ભક્તિના સ્તરે પહોંચે.
મહાસતી રેવતીને આંગણે સિંહ અણગાર વહોરવા પધાર્યા. અને જ્યારે તેમણે કહ્યું કે તમારા માટે બનાવેલ ઔષધિનો ખપ છે. પ્રભુ તે વાપરશે.
રેવતીજી નાચી ઊઠ્યાં. ‘હું વહોરાવીશ અને મારા નાથ તે વાપરશે ! કેટલી તો હું બડભાગિની છું !'
પ્રગટ્યો પૂરન રાગ
૧૦૫