________________
બીજું ચરણ : હવે રાગ છે પરમાત્મા પર.
કેવું અદ્ભુત છે એમનું રૂપ ! જોયા જ કરીએ, જોયા જ કરીએ. અને, ધરવ જ ન થાય.
રૂપનો સાગર. માધુર્યનો સાગર. એકવાર એમને જોયા પછી બીજું કંઈ જ જોવાનું મન થતું નથી. ત્યારે ભક્તને કંઠેથી મધઝરતા શબ્દો વહે છે : દિઓ દયામય ! તવ દર્શનની દીક્ષા, પાંપણને પલકારે પ્રભુજી, મને તમારી પ્રતીક્ષા... જુગ જુગથી ઝંખ્યા મેં તમને, જગની માયા ભૂલી; થઈને રહેવું અન્તર્યામી, તારાં ચરણની ધૂલી; હવે તો પ્રગટો આ રુદિયામાં, ક્યાં સુધી લેશો પરીક્ષા. .
હમણાં એક સંગોષ્ઠિમાં મેં શ્રોતાઓને પૂછેલું ઃ બે આંખો શા માટે?
એક ભાવકે કહ્યું : પ્રભુનું દર્શન થતાં આંખો ભીંજાય અને અશ્રુધારા તેમાંથી વહે માટે આંખ છે.
મેં કહ્યું : પચાસ ટકા માર્ક્સ મળે. કારણ કે મારો પ્રશ્ન એ હતો કે બે આંખો શા માટે છે ? તમે જે ઉત્તર આપ્યો, એ તો એક આંખથીય સરી જાય તેવો છે.
તે ભાવકે મને કહ્યું : આપ જ કહો ! મેં કહ્યું : પ્રભુનું દર્શન થતાં એક આંખમાં હર્ષાશ્રુનું પૂર ઊમટે. આવા પ્રભુનું દર્શન મને થઈ ગયું. ૧૦૪
પ્રગટ્યો પૂરન રાગ