________________
સ્તવનાની પાંચમી કડી
ડ‘તમે આભ છો અમિત
અપ્રશસ્તતા રે ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાશે જી; સંવર વાધે રે સાધે નિર્જરા, આતમભાવ પ્રકાશે જી.... ૫
ચોથી કડીના ઉત્તરાર્ધમાં હતી નિશ્ચય સાધના. પાંચમી કડીમાં છે વ્યવહાર સાધના. - લક્ષ્ય નક્કી થયું : “નીરાગીથી રે રાગનું જોડવું, લહિયે ભવનો પારો.” વીતરાગ પરમાત્મા સાથે રાગ કરવા દ્વારા મુક્તિને પામવી.
હવે આ કડીમાં પ્રસ્તુત છે એ માટેની વ્યવહાર-સાધના : અપ્રશસ્ત રાગનો ત્યાગ, વીતરાગ પરમાત્મા પ્રત્યે પ્રશસ્ત રાગ, આશ્રવનો રોધ, ગુણાનુરાગ, ગુણાનુભૂતિ, સંવર-વૃદ્ધિ, નિર્જરાપ્રાપ્તિ, આત્મભાવની સિદ્ધિ.
કેટલો મઝાનો સાધના ક્રમ ! પ્રભુએ કહેલું, સદ્ગુરુએ આપેલું બધું જ મધુર જ હોયને !
વ્યવહાર-સાધના વ્યવહાર ત્યારે કહેવાય છે, જ્યારે એ નિશ્ચય ભણી ચાલે છે; નહિતર બને વ્યવહારાભાસ. આવું જ નિશ્ચય માટે છે. જૈનદર્શન સમ્મત નિશ્ચય વ્યવહારનો પૂરક હોય જ છે. નહિતર તે નિશ્ચયાભાસ બની જાય છે.