________________
નિર્મમ બની ગયો છું !” - એમ કહું તો, તે અતિશયોક્તિ નથી, પણ એક અલ્પોક્તિ જ છે !” (૪૯૫) અનુવાદ :
(હવે તો, હે ગુરુદેવ !) નારાયણ હું છું અને નરકાસુરનો નાશક પણ હું છું; ત્રિપુરાસુરનો ઘાતક (શિવ) પણ હું જ છું. હું જ પુરુષ અને હું જ ઈશ્વર છું; અખંડજ્ઞાન-સ્વરૂપ હું છું અને હવે મારા પર બીજો કોઈ ઈશ્વર” ન હોવાથી, હું જ નિરીશ્વર' છું : (હવે તો) હું પોતે જ “અહ”-વિનાનો અને “મમતા”-વિનાનો બની ગયો છું. (૪૯૫). ટિપ્પણ :
શિષ્ય પોતે શ્રુતિ ઉપરાંત, શાસ્ત્રો-પુરાણો વગેરે સ્મૃતિ-સાહિત્યનો પણ અભ્યાસી છે; એટલે, વિશ્વકલ્યાણનાં હિતમાં, નારાયણે નરકાસુરનો અને શિવભગવાને ત્રિપુરાસુરનો સંહાર કર્યો હતો, એ આખ્યાયિકા તેને યાદ આવી જાય છે. અને ઋગ્વદનાં પુરુષસૂક્ત'(૧૦, ૯૦)માં, સૃષ્ટિના સર્જન માટે, પુરુષે એક મહાયજ્ઞ કર્યો હતો, - એનું પણ એને સ્મરણ થઈ આવ્યું. પરંતુ હવે તો, વેદાંત-દર્શનનાં પરમ-ગરમ અને એકમાત્ર પ્રાપ્તવ્યને, બ્રહ્મ-ને, તે પ્રાપ્ત કરી ચૂક્યો છે; અને તેથી સમગ્ર બ્રહ્માંડમાં, હવે બ્રહ્મ (એક અને અદ્વિતીય બ્રહ્મ) સિવાય અન્ય કશું જ અસ્તિત્વ ધરાવતું નથી ત્યારે, અને એ બ્રહ્મ સાથે તો તે પોતે સંપૂર્ણરીતે એકત્વ પામી રહ્યો છે ત્યારે, હવે, કોણ નારાયણ ! કોણ શિવ ! કોણ પુરુષ ! અને કોણ ઈશ ! હવે તો, બ્રહ્મસ્વરૂપ એવો હું જ નારાયણ, હું જ શિવ અને હું જ પુરુષ !
શિષ્યની પરમાનુભૂતિના આ ભાવને, “બ્રહ્મસૂત્ર”નું સમર્થન પણ આ રીતે મળી રહે છે :
ગત વ = અનાથપતિઃ | (“આથી જ, મુક્તાત્મા માટે, હવે, અન્ય કોઈ ઈશ્વર રહેતો નથી !”)
નર-નારાયણ, જીવ-શિવ અને આત્મા-પરમાત્માનાં સંપૂર્ણ ઐક્ય પછી તો જે “હું” અવિશષ્ટ રહે છે, તે તો, પરમ-બ્રહ્મમાં પૂરેપૂરો વિલીન થઈને, બ્રહ્મસ્વરૂપ પામી રહેલો, આ શિષ્ય જ! - બ્રહ્મનાં સર્વ વિશેષણોથી વિશિષ્ટ એવા હું-(૬)રૂપે કૃતાર્થ થયેલો આ મુમુક્ષુ સાધક જ !
શ્લોકનો છંદ ઉપજાતિ (૪૫)
૯૮૨ | વિવેકચૂડામણિ