________________
અનુવાદ :
જે ઉપમા-રહિત, અનાદિ તત્ત્વ છે, જે “તું-હું-આ-તે” એવી કલ્પનાથી દૂર છે, જે નિત્ય આનંદ-માત્ર એકરસ-સ્વરૂપ છે, જે સત્ય અને અદ્વિતીય છે, તે બ્રહ્મ જ હું છું. (૪૯૪) ટિપ્પણ:
સંપૂર્ણરીતે બ્રહ્મભાવની અનુભૂતિ કરી રહેલા શિષ્ય, અહીં તો, ‘હું જ તે બ્રહ્મ છું', - એ રીતે, પોતાની અનુભૂતિને સ્પષ્ટરીતે શબ્દસ્થ કરી દીધી.
અને જેમ-જેમ એની એ અનુભૂતિ સવિશેષ પ્રગાઢ અને સઘન થતી જાય છે તેમ-તેમ, તેને બ્રહ્મસ્વરૂપનાં પાસાંઓની વિશિષ્ટતાનો જે પરિચય સરુના ઉપદેશ દ્વારા માત્ર પરોક્ષ રીતે, અત્યારસુધી, પ્રાપ્ત થયો હતો, તેનો, તેને, અત્યારે, પ્રત્યક્ષસ્વરૂપે સાક્ષાત્કાર થઈ રહ્યો છે, અને તેનો પ્રહર્ષ તે એકધારો અને અસ્મલિત અભિવ્યક્ત કરી રહ્યો છે. - બ્રહ્મ નિરપમ છે, એના જેવું અન્ય કોઈ તત્ત્વ જ અખિલ બ્રહ્માંડમાં નથી; વળી, તે એવું એકમાત્ર તત્ત્વ છે, જે અનાદિ છે, જે કાળની મર્યાદાથી પર છે; હું તું-આ-તે જેવા વ્યાકરણનાં કોઈ સર્વનામો(Pronous)ના પરિચ્છેદો(Limitations) હવે તેને નડતા નથી; અને તે એક-અદ્વિતીય, નિત્ય, આનંદ-રસ-સ્વરૂપ છે, એની આજે તેને પૂરી પ્રતીતિ થઈ રહી છે. ટૂંકમાં, અત્યારસુધી જે માત્ર સાંભળ્યું હતું, તેનો તે અત્યારે પ્રત્યક્ષાનુભવ કરી રહ્યો છે.
શ્લોકનો છંદ (૪૯૪)
૪૫ नारायणोऽहं नरकान्तकोऽहं
पुरान्तकोऽहं पुरुषोऽहमीशः । अखण्डबोधोऽहमशेषसाक्षी
निरीश्वरोऽहं निरहं च निर्ममः ॥४९५॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
નારાયણો નરકાન્તકોડાં
પુરાત્તકોડાં પુરુષોડમીશઃ | અખંડબોધોડહમશેષ સાક્ષી નિરીશ્વરોડાં નિરહં ચ નિર્મમઃ ૪૫ા.
૯૮૦ | વિવેકચૂડામણિ