________________
પોતાનાં જીવનમાં ધન્ય અને કૃતકૃત્ય-કૃતાર્થ થયેલા શિષ્યની દૃષ્ટિએ થોડી વાતની નોંધ કરવાની, આ રીતે, ઇચ્છા થાય છે : | પહેલી વાત તો એ કે શિષ્ય એક “મુમુક્ષુ સાધક હતો, એટલે એને સહુથી મોટો આનંદ છે, - એની આ ઇચ્છા, એટલે કે “મુમુક્ષા' (મુક્ત થવાની ઈચ્છા) ફળીભૂત થઈ છે, તેનો છે. પરંતુ તેણે અહીં સંસાર(નવ)ને મગર(દ)નું રૂપક આપ્યું છે, તે સૂચક છે : આ સંસાર-મગર કંઈ મનુષ્યને, મનુષ્યનાં શરીરને, ધીમેધીમે, એનાં અંગોને એક પછી એક એમ, ચાવીને, ખાતો નથી ! એ તો, એક જ કોળિયે, એને આખો ને આખો ગળી જાય છે ! અને આ રીતે માણસ મગરનાં પેટમાં જ રહે છે ! મરી જવામાં વાંધો નથી, માણસને એક વાર, ગમે ત્યારે, મરવું તો પડે જ છે, પરંતુ આ તો, “જીવતાં-જીવતાં મરવાનું” (Living Death) ! અથવા, વધારે યોગ્ય રીતે અભિવ્યક્ત કરીએ તો, “મરતાં-કરતાં જીવવાનું (Dying Life) છે !
આવાં “જીવન-મૃત્યુ” અથવા “મૃત્યુમય-જીવનમાંથી, એના ત્રાસ(Torture)માંથી છૂટકારો થયો, તે તો ગુરુદેવની કૃપાના પ્રતાપ-પ્રભાવનું જ સુપરિણામ ! - બીજી વાત એ કે શિષ્ય કહે છે કે “સચ્ચિદાનંદ-સ્વરૂપ એવા આપનાં સ્વરૂપ સાથે હું એકાકાર થયો, એટલે સ્વાભાવિક રીતે જ હું નિત્યાનંદ-સ્વરૂપ' તો થયો જ, પરંતુ મારામાં જે અનેક પ્રકારની અપૂર્ણતાઓ હતી, તે, આપની કૃપાથી નષ્ટ થઈ ગઈ : હું પૂર્ણ, સંપૂર્ણ, પરિપૂર્ણ બની રહ્યો ! પેલી ભૂતપૂર્વ અપૂર્ણતાને પૂર્ણ કરવા માટે હવે મારે જિંદગીમાં કશું જ કરવાનું બાકી રહેતું નથી !'
અને ત્રીજી તથા છેલ્લી વાત : સામાન્ય સંજોગોમાં, માણસ, પોતાના માટે, એક કરતાં વધુ વાર “હું”(હમ્-શબ્દ પ્રયોજે તો, તે, તેનો “અહંકાર' સૂચવે ! અને એમાં ય, આ તો, આવી અનન્ય ઉપલબ્ધિ માટે પોતાના પરમપૂજ્ય ગુરુદેવનો, વિનમ્રભાવે” આભાર માનતો શિષ્ય ! એનાંમાં, વળી, આવા અહંકારનાં વિચારઉચ્ચાર-આચાર, - એ તો અનૌચિત્યની પરાકાષ્ઠા કહેવાય !
અને છતાં, એક વિરોધાભાસી સત્ય એ છે કે શિષ્યનાં માનસની પ્રવર્તમાન વિશિષ્ટ પરિસ્થિતિ જોતાં, પાંચ વાર પ્રયોજાયેલો “હું(ગામ)”-શબ્દ, શિષ્યની વિનમ્રતાના અતિરેકનો અભિવ્યંજક જ બની રહે છે ! - અને તે પણ, ધસમસતા કોઈક મહાપ્રવાહનાં રૂપમાં !
- શ્લોકનો છંદ : અનુણુપ (૪૮૯)
વિવેકચૂડામણિ | ૯૭૧