________________
રહેલી પ્રત્યક્ષ વસ્તુઓ : THIS. સામે જ રહી હોવા છતાં, “આ”સર્વને હું જાણી શકતો નથી; આંખની સામે જ હોવા છતાં, “આ”સર્વમાંથી કશાને હું જાણી-સમજીઓળખી શકતો જ નથી !
(૪) () –ä પ ર જાને I અ-ä એટલે, “આનહીં” તે, સમક્ષ કે પ્રત્યક્ષ ન હોય તે : NOT THIS : જ્ઞાનેન્દ્રિયોની સામે ન હોય તેવું, - પરોક્ષ : આવું કશું પણ હું જાણી શકતો નથી : પ્રત્યક્ષનું જ જ્ઞાન શક્ય નથી, ત્યાં પરોક્ષનું તો પૂછવાનું જ શું રહે !
(૫) અપાર સુવું ફ્રિ વિયેત્ વા (રૂતિ પિ બદ) ન જાને ! માર એટલે પાર વિનાનું, અગાધ, અનવધિ, અતીન્દ્રિય; આવું સુખ; કિમ્ - -કેવું? અને વિજય વા | અથવા કેટલું ? - આ પણ હું જાણી શકતો નથી. પરંતુ શિષ્યની આવી, ન-સમજાય એવી, પરિસ્થિતિ એકાએક થઈ જવા પામી, શા કારણે ? - બ્રહાત્મનો અવતય ધાત્યા | મધતિ – એટલે જ્ઞાનની પ્રાપ્તિથી, જાણવા મળ્યા પછી. કયા જ્ઞાનની પ્રાપ્તિની આ વાત છે? બ્રહ્મ-ગાત્મનો પર્વત | જીવ અને બ્રહ્મનું એકત્વ; એ બંનેની એકતા. “આ ઐક્યને જાણવા મળ્યા પછી”, શિષ્ય કહે છે, “મારી પરિસ્થિતિ આવી થઈ ગઈ છે !” (૪૮૨). અનુવાદ :
જીવ અને બ્રહ્મનાં એકત્વને જાણવાનું મળ્યા પછી, હે ગુરુદેવ ! મારી બુદ્ધિ-વૃત્તિ વિનષ્ટ થઈ ગઈ છે, અને તમારી) પ્રવૃત્તિ આપોઆપ સરી પડી છે. પ્રત્યક્ષને હું જાણતો નથી અને પરોક્ષને પણ હું જાણતો નથી. વળી, અપાર સુખ
એટલે શું અને એ કેટલું છે (તે પણ હું જાણતો નથી) !” (૪૮૨). ટિપ્પણ :
મોક્ષાર્થી સાધક માટે, એની અભીપ્સા પ્રાપ્ત કરવાની ઇચ્છા)નાં કેન્દ્રમાં હતું. જીવ-બ્રહ્મનાં ઐક્યનું જ્ઞાન, - બ્રહ્મનો સાક્ષાત્કાર ! અને આ માટે જ તે, જ્ઞાનમૂર્તિ એવા પોતાના ગુરુદેવ પાસે ગયો હતો. વળી, શિષ્યની જેવી-જેટલી જિજ્ઞાસાઅભીપ્સા, - સદ્ગુરુનાં પણ, શિષ્ય પ્રત્યે, - એવાં-એટલાં જ ઔદાર્ય-આભિજાત્ય અને કૃપા-કરુણા ! શ્લોક-પરથી શરૂ કરીને, શ્લોક-૪૭૯ સુધી સુદીર્ઘ અને સવિસ્તર સદુપદેશ દ્વારા, સદ્ગુરુએ, શિષ્ય માટે જે કંઈ જાણવાનું આવશ્યક અને અનિવાર્ય હતું તે સઘળું, ક્યારેક સૂત્રાત્મક તો ક્યારેક ભાષાત્મક પરિભાષામાં, છતાં સંપૂર્ણરીતે સુ-વિશદ-સરળ-સુબોધ સ્વરૂપમાં, રજૂ કરી દીધું !
અને આવી સૂક્ષ્મ અને સમૃદ્ધ જ્ઞાનસંપત્તિ પ્રાપ્ત કર્યા પછી, એનો કેવો અને
વિવેકચૂડામણિ | ૯૫૫