________________
અનુવાદ :
કેટલાક સમય સુધી, પર-બ્રહ્મમાં પોતાનાં માનસને સમાધિસ્થ કર્યા બાદ. પોતાના પરમ-આનંદની સ્થિતિમાંથી ઉત્થાન પામીને, તે આવાં વચન બોલવા લાગ્યો. (૪૮૧) ટિપ્પણ:
શ્લોક સહેલો છે, શબ્દો પણ સરળ-સુબોધ છે, અને શ્લોકમાં કોઈ તાત્વિક મુદ્દાની ચર્ચા પણ નથી; આમ છતાં, થોડા ગૌણ પણ નોંધપાત્ર મુદ્દા, આ પ્રમાણે, પ્રસ્તુત બની રહે છે :
પોતાના પરમાદરણીય સદ્ગુરુનાં સુદીર્ઘ, સવિસ્તર અને સારગર્ભ સદુપદેશને સાંભળીને અને એમાંના સર્વ વિષયો પર ઊંડું મનોમંથન કર્યા પછી, શિષ્ય, એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે આત્મસ્વરૂપમાં નિષ્ઠાવાળો બનીને, તેણે એકાંતવાસનું સેવન શરૂ કર્યું ઃ પર્વત જેવી અચળ (ઝવતાતિ) ચિત્તવૃત્તિ, આત્મસ્વરૂપમાં નિષ્ઠા અને એકાંતવાસ ! આવાં શાંત અને સાનુકૂળ વાતાવરણમાં, આવો સાધક, પરબ્રહ્મમાં સમાધિસ્થ ન બને, તો જ નવાઈ !
પરંતુ તેની આવી સમાધિ-સ્થિતિ કેટલા સમય સુધી ચાલુ રહી ? શ્લોકમાં ભલે “થોડાક સમય સુધી” (વિત્ તિ), એવા શબ્દો પ્રયોજાયા, પરંતુ આ તો બ્રાહ્મી સ્થિતિ !” - એમાં “ઘડિયાળ' અને “સમયાવધિ માટે કશો અવકાશ જ નહીં ! આ તો આત્મા-પરમાત્માના મિલનની પરમ અને ચરમ પરાકાષ્ઠા ! એમાં સમયનું કશું માપ (Measurement) હોઈ શકે જ નહીં ! સઘળો આધાર વ્યક્તિ અને બ્રહ્મસાક્ષાત્કારની એની અંગત વિભાવના પર !
અને આપણો આ પ્રસ્તુત સાધક જ્યારે પરાકાષ્ઠાની યે પરાકાષ્ઠાએ પહોંચ્યો,
સા સા સા પરા તિઃ | કઠ-ઉપનિષદ (૧, ૩, ૧૧) (“તે જ પરમ અવધિ અને તે જ શ્રેષ્ઠ ગતિ !”) અને યત્ત્વ નિવર્તિને તત્ થામ પર મમ | ગીતા (૧૫, ૬) (“જ્યાં જઈને ભક્તો પાછા આવતા નથી, તે જ મારું પરમ ધામ છે.”)
- ત્યારે તો, એનો આનંદ પણ, ઉપર્યુક્ત “કાષ્ઠા', ગતિ અને ધામ' જેવો જ પરમ, – છાંદોગ્ય-ઉપનિષદ-પ્રબોધિત ““મા” જેવો જ (Exquisite Ecstasy 247 Infinite Bliss) !
અને આનંદના આવા ઊભરા(Outburst)ને તેનું નાનકડું માનવ-હૃદય સમાવી જ કેમ શકે ?
વિવેકચૂડામણિ | ૯૫૩