________________
સ્થિતિ; જીવનું, સતત બ્રાહ્મીસ્થિતિમાં નિમગ્ન રહેવું તે જ;
(૩) અને કોઈ પણ શિષ્યને કે સાધકને, ઉપર્યુક્ત બંને અભિપ્રાય અપવાદરહિત અને અસંદિગ્ધ છે, એની પ્રતીતિ આપવા માટે એટલી સ્પષ્ટતા તેમ ઊમેરી કે આ સર્વ નિર્ણયો વિશે શ્રુતિઓ પ્રમાણ-સ્વરૂપ છે.
વેદાન્ત એટલે ઉપનિષદો, કારણ કે વેદોથી શરૂ થયેલાં શ્રુતિસાહિત્યને અંતે વચ્ચે બ્રાહ્મણ’-ગ્રંથો અને ‘આરણ્યક’-ગ્રંથો પછી - ઉપનિષદો આવે છે, અ ભારતીય તત્ત્વજ્ઞાનની પરંપરામાં જે છ દર્શનો છે (Six Systems of Philoso phy), તેમાંનું ‘વેદાન્ત’-દર્શન પણ, ઉપનિષદોમાંની ચર્ચા-વિચારણાને જ પોતાન સિદ્ધાંતોમાં સમાવિષ્ટ કરે છે.
‘વેદાન્ત’-શબ્દને ઉપનિષદ-વાક્યોના અર્થમાં સમજીએ કે વેદાન્ત’ દર્શન(System of Philosophy)ના અર્થમાં એનું અર્થઘટન કરીએ, - એ બંને હકીકતમાં તો, એક જ છે; કારણ કે ભારતીય દાર્શનિક પરંપરામાં વેદાન્તને જ એનાં ઉપર્યુક્ત બંને અર્થઘટનો પ્રમાણે, સમગ્ર વૈદિક સાહિત્યના સાર તથા નિષ્કર્ષ અને બ્રહ્મવિદ્યાનાં તારતમ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું છે.
પ્રમાણરૂપ રહેલી શ્રુતિઓમાંની થોડી પ્રસ્તુત આ પ્રમાણે છે :
છાંદોગ્ય-ઉપનિષદ
-
(૧) સર્વ વસ્તુ તું બ્રહ્મ । (“આ સઘળું, ખરેખર, બ્રહ્મ (૨) બ્રહ્મ વ તું વિશ્વમ્ (“આ વિશ્વ બ્રહ્મ જ છે.”)
(૩) તત્ ત્વમ્ અસિ। (“તે તું છે.”) સામવેદ-મહાવાક્ય (છાંદોગ્ય
ઉપનિષદ)
।
જ છે.”)
-
‘મુંડક’-ઉપનિષદ
(૪) વ અદ્વિતીયમ્ । બૃહદારણ્યક’-ઉપનિષદ
(“બ્રહ્મ એક અને અદ્વિતીય જ છે.”)
એક ખુલાસો : શ્રુતિઓ અનેક હોવાથી, શ્રુતયઃ - શબ્દ બહુવચનમાં પ્રયોજાયો છે, પરંતુ તે સર્વનો સારાંશ તો એકસરખો જ હોવાથી, પ્રમાળમ્ - શબ્દ એકવચનમાં જ છે, તેથી એમાં કશો વ્યાકરણ-દોષ નથી.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૪૭૯)
૪૮૦
इति गुरुवचनाच्छुतिप्रमाणात् परमवगम्य सतत्त्वमात्मयुक्त्या ૯૪૮ / વિવેચૂડામણિ