________________
प्रशमितकरणः समाहितात्मा क्वचिदचलाकृतिरात्मनिष्ठितोऽभूत् ॥४८०॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
ઇતિ ગુરુવચનાચ્છુતિપ્રમાણાત્ પરમવગમ્ય સતત્ત્વમાત્મયુ । પ્રશમિતકરણઃ સમાહિતાત્મા
ચિદચલાકૃતિરાત્મનિષ્ઠિતોડભૂત્ ॥૪૮૦૫
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
इति श्रुतिप्रमाणात् गुरुवचनात् आत्मयुक्त्या (च) परं सतत्त्वं अवगम्य, प्रशमितकरणः समाहितात्मा अचलाकृतिः (च) क्वचित् (कश्चित् शिष्यः) આત્મનિષ્ટિતઃ અમૂત્ ॥૪૮૦ની
શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : વિત્ (શ્ચિત્ શિષ્યઃ) ઞાત્મનિષ્ઠિત: અમૃત્ । વિત એટલે, આમ તો, સામાન્ય અર્થ ‘ક્યાંક’; એટલે કે આચાર્યશ્રીનો ઉપદેશ સાંભળી રહેલા શિષ્યસમુદાયમાં ક્યાંક,-કોઈક શિષ્ય; આત્મનિતિ: મૂત્ । પોતાના 'આત્મસ્વરૂપમાં નિષ્ઠાયુક્ત થયો; આત્મનિષ્ઠાવાળો બન્યો. આત્મનિષ્ઠાવાન બનેલો આ શિષ્ય, એ પહેલાં કેવાં સ્વરૂપવાળો બન્યો હતો ? આ ત્રણ વિશેષણો : (૧) પ્રશમિતરાં | જરળ એટલે ઇન્દ્રિય; પ્રશમિત (પ્ર + શ—શામ્, શાંત થઈ જવું, - એ ધાતુનાં પ્રેરકનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ) પ્રશાંત બનાવી દેવામાં આવી છે; એટલે કે જેની ઇન્દ્રિયો પૂરેપૂરી શાંત થઈ ગઈ છે, તેવો; પ્રશાંત ઇન્દ્રિયોવાળો; (૨) સમાહિતાત્મા । આત્મા એટલે ચિત્ત, અંતઃકરણ; જેનું ચિત્ત, કામ-ક્રોધ વગેરે વિકારોથી રહિત બન્યું છે, તેવો; સમાહિત અંતઃકરણવાળો; (૩) અન્નત્તાકૃતિ: । અવલ, એટલે નિશ્ચલ, અવિચલ, સ્થિર, અવિચળ-સ્વરૂપ, નિશ્ચલમૂર્તિ.
-
-
તેનાં-પોતાનાંમાં, આવું, ઉપર્યુક્ત, પરિવર્તન, શાને લીધે થયું ? – પરં સતત્ત્વ અવામ્ય । અવામ્ય (અવ + TMમ્ એટલે જાણવું, એ ધાતુનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ)- જાણ્યા પછી, સમજી લીધા પછી. શાને જાણ્યા પછી ? પરં એટલે પરમતત્ત્વને, પરમાત્મતત્ત્વને. કેવાં સ્વરૂપે જાણ્યા પછી ? સતત્ત્વમ્ । બરાબર, સંપૂર્ણરીતે, તાત્ત્વિકરૂપે, તત્ત્વતઃ જાણીને.
વિવેકચૂડામણિ / ૯૪૯