________________
માત્મના | કોઈ પણ વિકલ્પ કે સંશય વગરનો થઈને, નિર્વિકલ્પ ભાવમય બનીને. (૪૭૮) અનુવાદ :
પોતાના અનુભવ વડે, પોતે જ, સ્વસ્વરૂપ આત્માને અખંડ સ્વરૂપે જાણીને, સિદ્ધિને પામીને, (સાધકે) નિર્વિકલ્પભાવપૂર્વક, આત્મામાં સુખપૂર્વક સ્થિતિ કરવાની રહે છે. (૪૭૮). ટિપ્પણ :
શ્લોક સહેલો છે, શબ્દો પણ સરળ-સુબોધ છે અને ખાસ નવું કશું પ્રતિપાદયિતવ્ય નથી : આ પહેલાં, એક કરતાં વધુ વાર, સાધકને અપાયેલી સૂચના જ, જરા જુદી રીતે, અહીં, પુનરપિ, વ્યક્ત કરવામાં આવી છે.
શ્રુતિ-સ્મૃતિ અને શાસ્ત્રો-સંતોનાં મનમાં, સદા સર્વદા, એક જ સદ્ભાવના રહી હોય છે કે સાચો-સંનિષ્ઠ મોક્ષાર્થી સાધક, પોતાના આત્માનું જ્ઞાન અને દર્શન, અખંડાકાર-સ્વરૂપે, સ્વયં-સ્વાનુભવ વડે જ સંપન્ન કરતો રહે, મનોભૂમિ પરના સર્વ સંકલ્પો-વિકલ્પો-સંશયોથી મુક્ત થઈને, પોતાની સાત્ત્વિક જીવન-વિભાવનાને સિદ્ધ કરીને, નિર્વિકલ્પભાવપૂર્વક અને સર્વાંગીણ આનંદમય સ્થિતિને જ અનુભવતો રહે !
પ્રાચીન આધ્યાત્મિક પરંપરાનો આ જ અલૌકિક ઉપદેશ છે અને સાચા સાધકનું આ જ, એક અને અંતિમ કર્તવ્ય છે.
શ્લોકનો છંદ અનુષુપ (૪૭૮)
૪૭૯ वेदान्तसिद्धान्तनिरुक्तिरेषा
ब्रह्मैव जीवः सकलं जगच्च । अखंडरूपस्थितिरेव मोक्षो
ब्रह्माद्वितीये श्रुतयः प्रमाणम् ॥४७९॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
વેદાન્તસિદ્ધાન્તનિરુક્તિરેષા
બૉવ જીવઃ સકલ જગચ્ચ | અખંડરૂપસ્થિતિરેવ મોક્ષો બ્રહ્માદ્વિતીયે મૃતય પ્રમાણ I૪૭૯તા.
૯૪૬ | વિવેકચૂડામણિ