________________
- કૃત: સાંભળવામાં આવેલો, શ્રવણ કરવામાં આવેલી વાત-વસ્તુ. ગુરુ-મુખે અથવા શ્રુતિ-સ્વાધ્યાય દ્વારા જાણેલી વાત. (૪૭૪) અનુવાદ :
સમાધિ દ્વારા ચિત્તને સારી રીતે સ્થિર કરીને, સમ્યગુ-જ્ઞાનરૂપી ચક્ષુ વડે, તું આત્મતત્ત્વનું દર્શન કરી લે; કારણ કે સાંભળવામાં આવેલી વાત, સંશયરહિત થઈને, જો સારી રીતે જાણી લેવામાં આવે તો, તે વિષયમાં ફરી વિકલ્પ ઊઠતો નથી. (૪૭૪) ટિપ્પણ:
ગયા શ્લોકમાં, જેમ, કૃતાર્થ થવાનું (વૃતાર્થ ભવતુ ) તેમ, અહીં, શિષ્યને, સદ્ગુરુના ચાલુ રહેલા અનુરોધમાં, આત્મતત્ત્વનું દર્શન કરવાનું સૂચવવામાં આવ્યું છે : (માત્મતવું પડ્યું છે. પરંતુ અહીં જે “દર્શન કરવાનું છે, અને તે માટેનું જે ચક્ષ' છે. - તે બંને, કોઈ સામાન્ય પ્રકારનાં નથી. અલબત્ત, એક વાત તો સ્વાભાવિક, સર્વાનુભવની અને સુપરિચિત છે કે કોઈ પણ વસ્તુને જાણ્યા-સાંભળ્યા પછી એને નજરોનજર જેવાથી એ પદાર્થ વિશેની વિભાવના સુનિશ્ચિત અને શંકારહિત બની જાય છે; પરંતુ અહીં તો જોવાનું છે “આત્મતત્ત્વ'ને, અને તે કોઈ સ્થૂલ પદાર્થ નથી, તેથી સ્થૂલ ચક્ષુ આ “દર્શન (Vision)માં ઉપયોગી ન નીવડે; એટલે “જ્ઞાનચક્ષ(વધવપુષા) - શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. અને તે જ્ઞાન પણ વિશદ અને સ્પષ્ટ (ર) હોવું જોઈએ, એવી ચોખવટ કરવામાં આવી છે. પરંતુ અંતે આ “દર્શન પણ “આત્માએ, - એટલે કે અંતઃકરણે, - કરવાનું છે, એટલે જો તે પૂરેપૂરું સ્થિર (સુનિશન) ન હોય તો, “આત્મદર્શન માટે તે સજ્જ અને સમર્થ ન બની શકે; તેથી આવી આવશ્યક સ્થિરતાની પ્રાપ્તિ માટે, “નિર્વિકલ્પ સમાધિ(સમાધિના સાધુ સુનિશતાભના)ની સર્વોચ્ચ સ્થિતિએ, સાધકે પહોંચવાનું રહે, જેથી પેલું દર્શન સંપૂર્ણ અને સ્પષ્ટ બને.
પરંતુ અહીં તો આચાર્યશ્રીએ સર્વ વિદ્યાર્થીઓને હંમેશાં ઉપયોગી અને સહાયભૂત થાય, એવી એક મહત્ત્વની સૂચના આપી છે : વેદોનાં મહાવાક્યોનો અને શ્રુતિસાહિત્યનો સ્વાધ્યાય તથા સદ્ગુરુનો સદુપદેશ ગમે તેટલો સારો, સઘન અને વ્યાપક હોય, પરંતુ અંતે તો તે થયું “શ્રવણ', - કૃત: પાર્થ, - એટલે જ્યાં સુધી એના પર સવિસ્તર અને સમ્યફ અવેક્ષણ-નિરીક્ષણ કરવામાં ન આવે ત્યાં સુધી, એમાં સંશયો, સંદેહો અને વિકલ્પો ઊડ્યા જ કરવાના. ટૂંકમાં, “શ્રવણ કરેલાં જ્ઞાન પર મનન અને તે પણ અસંદિગ્ધ-પ્રકારનું મનન, અભ્યાસી માટે, માત્ર આવશ્યક જ
૯૩૬ / વિવેચૂડામણિ