________________
અનુવાદ :
તું પણ (હે વત્સ !) પોતાના આત્માનાં આ પરમતત્ત્વરૂપ આનંદઘન સ્વરૂપનો વિચાર કરીને, પોતાનાં મન વડે જ કલ્પવામાં આવેલા મોહને ખંખેરીને, જ્ઞાનસંપન્ન અને મુક્ત બનીને કૃતકૃત્ય થા. (૪૭૩) ટિપ્પણ:
આ પહેલાં, શિષ્ય, જ્યારે, વિધિપૂર્વક, “સમિત્પાણિ' બનીને, સદ્ગુરુ પાસે, માર્ગદર્શન મેળવવા, નમ્રતાપૂર્વક, આવ્યો હતો ત્યારે જ, આચાર્યશ્રીએ; તેને, આ રીતે, અભયવચન આપ્યું હતું કે “તું જરાય ચિંતા ન કર, સંસાર-સાગરને તરવાનો ઉપાય હું તને બતાવીશ, તારો નાશ નહીં થાય” –
मा भैष्ट विद्वंस्तव नास्त्यपायः
संसारसिन्धोस्तरणेऽस्त्युपायः । येनैव याता यतयोऽस्य पारं
તમેવ મા તવ નિર્વિશ . (શ્લોક-૪૫). અને શ્લોક-૪૭૧ સુધીમાં સદ્ગુરુએ, શિષ્ય માટે આવશ્યક એવો, માર્ગદર્શકરૂપ ઉપદેશ પૂરો કર્યો, અને હવે, એ જ ઉપદેશને આધારે, પરમતત્ત્વરૂપ અને આનંદઘન એવાં પોતાનાં સ્વ-સ્વરૂપને સમ્યક્ રીતે જાણી લઈને તથા સર્વ પ્રકારનાં, પોતે જ કલ્પેલાં, ભ્રમ, અજ્ઞાન અને મોહને ફગાવી દઈને, તેનાં જીવનધ્યેયને પરિપૂર્ણ કરીને, ધન્ય બનવા માટે, આચાર્યશ્રી, શિષ્યને, સાંકેતિક અનુરોધ કરે છે.
અનાત્માને “આત્મા’ સમજવા-માનવાની જે ભૂલ શિષ્ય કરી, એ તો એનાં મનની કલ્પના-માત્ર હતી. હવે અત્યારસુધીનાં જ્ઞાન-ઉપદેશના પ્રકાશમાં, એ અજ્ઞાનજન્ય અંધકારનો તેણે નાશ કરવાનો છે. તેથી સર્વ પ્રકારનાં અધ્યાસરૂપ બંધનોમાંથી મુક્ત બનીને, “હવે તું કૃતકૃત્ય થા”, - એવી સૂચના, આચાર્યશ્રી, અહીંથી શરૂ થતા થોડો શ્લોકોમાં, શિષ્યને, આપે છે.
કેટલીક આવૃત્તિઓમાં, શ્લોકની બીજી પંક્તિમાં, વિવાર્થ -ને બદલે, નિવાર્થ એવો પાઠ છે તે સ્વીકારીએ તો, ગુરનો અનુરોધ આ રીતે સવિશેષ સબળ બને છે : નિવાધ્ય-(નિ + વિ એટલે ઊંડી અનુભૂતિ કરવી, સાક્ષાત્કાર કરવો, - એ ધાતુનાં પ્રેરકનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ : સાક્ષાત્કૃત્ય,) - સાક્ષાત્કાર કરીને.
શ્લોકનો છંદ ઉપજાતિ (૪૭૩)
૯૩૪ | વિવેકચૂડામણિ